Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જામનગર : સૈનિક સ્કુલ બાલાચડીમાં નૃત્ય કાર્યક્રમ

જામનગર : તાજેતરમાં સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઈન્ડીયન કલાસિકલ મ્યઝિક એન્ડ કલ્ચરલ એમોન્ગ યુથના(સ્પીક મેકય્)ના સહયોગથી સૈનિક સ્કૂલ બાલાચડીમાં મોહિનીઅટ્ટમ નૃત્યના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ઘ નૃત્યકાર ડો.નીના પ્રસાદ સહિત ગાયક માધવન નમપુત્થ્રી, મૃદગમવાદક ચંદ્રા કુમાર અને વાયોલીનવાદક શામ કલ્યાણ દ્વારા મોહિનીઅટ્ટમ નૃત્યનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું આવ્યું. સૈનિક સ્કૂલ બાલાચડીનો ધ્યેય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે ત્યારે આ પ્રકારના કલા પ્રદર્શનથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને વેગ મળે છે. આથી સ્કૂલમાં નિયમિત પણે આ પ્રકારના કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે. ડો. નિના પ્રસાદ દ્વારા રજૂ કરવમાં આવેલ આ કેરળ રાજયનું આ સુપ્રસિદ્ઘ નૃત્ય જોઈ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. આ તકે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે ડો. નિના પ્રસાદને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ પ્રિન્સિપલશ્રીએ પોતાના સંબોધનમાં આ પરંપરાગત નૃત્યના મહત્વ વિશે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે નૃત્યથી વિદ્યાર્થીઓમાં સ્વયં શિસ્ત,નમ્રતા અને શારિરીક સમલુલનનો વિકાસ થાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પ્રકારના કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી પરિચિત થાય છે અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અભિયાનને સાકાર કરે છે. આ પ્રકારના કાર્યક્રમથી વિદ્યાર્થીઓ આપણા દેશના ઐતિહાસિક વારસાથી પરિચિત થાય છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:49 pm IST)