Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભાવનગરમાં જુગાર રમતા ૩ શખ્સોની રોકડ સાથે ધરપકડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર- ગ્રામ્ય વિસ્તારમાં દારૃ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપી હતી.

જીલ્લા પંચાયત ઓફિસ પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, મોતીબાગ ટાઉન હોલમાં બાજુમાં આવેલ બગીચા અંદર બાકડા ઉપર લાલજીભાઇ રામજીભાઇ રહે.ચાવડી ગેટ,ભાવનગરવાળોઙ્ગ બેસી બોલપેન દ્દારા વરલી-મટકાનાં આંકડા ડાયરીમાં લખતો અને બે ઇસમો વરલી મટકાનાં આંકડા લખી-લખાવી હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતાં જાહેરમાં વરલી મટકાનાં આંકડા લખતાં (૧) લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ રામજીભાઇ ડાબેસરા ઉ.વ.૬૪ રહે.ચાવડી ગેટ,પાવર હાઉસ પાસે,ભાવનગરવાળા પાસેથી વરલી મટકાનાં આંકડા લખનાર પાસેથી આંકડા લખેલ ડાયરી-૧, બોલપેન-૧  મોબાઇલ-૧ કિ.રૃ.૫૦૦ તથા રોકડ રૃ.૮,૯૫૦ તથા વરલી મટકાનાં આંકડા લખાવતાં (૨) ગગજીભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ.૫૦ રહે. આખલોલ જકાતનાકા, ઇન્દિરાનગર, ભાવનગરવાળા પાસેથી રોકડ રૃ.૫૫૦ (૩) ગોરધનભાઇ મનજીભાઇ બારૈયા ઉ.વ.૬૨ રહે. ઘોઘા રોડ, ખારશી પાસે,ભાવનગર વાળા પાસેથી રોકડ રૃ.૭૦૦ મળી કુલ રૃ.રૃ.૧૦,૭૦૦નો મુદ્દામાલ મળી આવતાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં સર્વેશ્વર શાહી,આઇશાબેન બેલીમ, મહિપાલસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.(૨૧.૯)

(12:24 pm IST)