Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દ્વારકાધીશજીના ચરણોમાં સુર્વણ મુગટ અર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૮ઃ આજે સવારે દ્વારકાધીશજીના ચરણોમાં રૃપિયા બે લાખની કિંમતનો સુર્વણ જડિત મુગટ પોરબંદરના ભોય સમાજના રાજુભાઇ ખોખરીયા પરિવાર તરફથી અર્પણ કરાયો હતો. પુજારી પરિવારના પુરૃષોતમભાઇ પ્રણવભાઇ અને ભાર્ગવ ભાઇએ પરિવારને સુર્વણ મુગટનું પુજન કરાવાયું હતું અને આજે સવારે શણગાર આરતીમાં આ પરિવાર તરફથી કુનવારાનો મનોરથ પણ કરવામાં આવ્યો હતો.(૧.૧૯)

(12:20 pm IST)