Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બોટાદઃ ગોધરાથી મધ્યપ્રદેશ કતલખાને લઇ જવાતા ૩૬ ગોૈવંશને બચાવાયા

બોટાદ તા.૧૯ઃ ગોધરાના ગોૈરક્ષક (બાતમીદાર)નો ફોન બોટાદના ગોૈરક્ષક સામતભાઇ જેબલીયાના મો. ૯૮૨૪૩૯૦૧૩૩ ઉપર ફોન આવેલ કે ગોધરાથી ૩ ટ્રકમાં ગોૈવંશ (અબોલપશુ) ભરીને મધ્યપ્રદેશ કતલખાને લઇ જાય છે. તેથી બોટાદના ગોૈરક્ષક સામતભાઇ જેબલીયાએ તાબડતોડ ગોધરા-દાહોદના ગોૈરક્ષકને અને પોલીસને જાણ કરતા ગોૈરક્ષકો અને પોલીસ વોચમાં ગોઠવાય ગયેલ તે દરમ્યાન રાત્રીના આશરે ૩ઃ૩૦ કલાકે ગોધરા તરફથી દાહોદ આવતા બાતમી મુજબના ૩ ટ્રકોને ઉભા રખાવાની કોશીશ કરતા ૩ ટ્રક ચાલકો ટ્રક લઇને ફુલ સ્પીડે ભાગી છુટલ તેથી ગોૈરક્ષકોએ અને પોલીસે ટ્રકોનો પીછો કરી દાહોદ પાસેથી ઝડપી લીધેલ. ટ્રક ચાલકો અંધારાનો લાભ લઇ ટ્રક રેઢો મુકી નાસી છુટેલા આ નંબર પ્લેટ વગરના ટ્રકોને ચેક કરતા ૩(ત્રણેય) ટ્રકોમાં ૩૬ (છત્રીસ) ગોૈવશંોને ઘાસ-પાણીની વ્યવસ્થા વગર કૃરતા પુર્વક ટુંકા દોરડાથી બાંધેલી હાલતમાં જણાતા આ ૩૬ (છત્રીસ) ગોૈવંશ અબોલ પશુને પાંજરાપોળ ગોશાળામાં સુરક્ષીત મુકી આવી ૩ (ત્રણેય) ટ્રકોના નાસી છુટેલા ડ્રાઇવર કન્ડેટ્રર વિરૃદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.(૧.૯)

(1:57 pm IST)