Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આશુરા પર્વ : કાલે તાઝીયાઓ આવશે પડમાં

વાંકાનેર, તા. ૧૯ : સત્‍ય કાજે જુલ્‍મીઓ સામે ૭ર પરિવારજનો અને વફાદાર સાથીઓ સાથે શહીદી વ્‍હોરનાર મહાન પયગમ્‍બર મહંમદ સાહેબના નવાસા ઇમામ હુશેનની યાદમાં દર વર્ષે મોહર્રમ માસ શરૂ થતા જ આશુરાના ઉજવાતા પર્વ અંતર્ગત આઠ દિવસ સુધી દરરોજ રાત્રે ઠેર ઠેર વાએઝ-તકરીરો તેમજ શબીલોમાં વિવિધ ન્‍યાજના કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. આ સમય ગાળામાં જ કલાત્‍મક તાઝીયાઓને આખરી ઓપ અપાતો હોય છે. નવમી મોહર્રમ એટલે કે આવતી કાલે ગુરૂવારની સાંજે આ બધા જ તાઝીયાઓ-ડોલીઓ-દૂલદૂલ સહિતના કલાત્‍મક સુશોભનો, ઇમામ હુશેનની શહીદીના સંભારણારૂપે ઇમામવાડાઓમાં તેના નિયત સ્‍થાનોમાં રાખવા ‘પડ'માં આવશે. ઠેર ઠેર ‘યા હૂશેન'નો નાદ ગુંજતો જોવા મળશે. ગુરૂવારે રાત્રે તાઝીયાઓના ઝુલુસો તેના નિયત રૂટા મુજબ ફરશે અને મોડી રાત્રે ફરી તેની મૂળ જગ્‍યાઓમાં રખાશે. બાદમાં બીજા દિવસે શુક્રવારે બપોરથી આશુરા પર્વ અંતર્ગત તાઝીયાઓ-ડોલીઓ-દૂલદૂલ તથા અખાડાઓ સભરના ઝુલુસો ઠેર ઠેર જોવા મળશે જે મોડી સાંજે રાત્રે ઠંડા કરાશે. ધર્મસભાઓ યોજાશે અને આશુરા પર્વની પૂર્ણાહુતી થશે.

(11:10 am IST)