Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ભાવનગર તાલુકામાં વધતા બનાવમાં વીજ શોકથી બેના મોત

ભાવનગરઃ ભાવનગર પંથકમાં  ઇલેકટ્રીક શોક લાગતાં એક યુવતી અને એક મહિલા બેનાં મોત નિપજયા છે.

મળતી વિગતો મુજબ લીલીવાવ ગામે રહેતાં બાઘુબેન  ભાયાભાઇ મકવાણા(ઉ.વ.૩૯)છાસનું વલોણું લઇ રહ્યા હતા ત્યારે તેના ઘેર ઇલેકટ્રીક શોક લાગતાં તેનું મોત નિપજયું હતું.

બીજા બનાવમાં ભાવનગર નજીક વરતેજ તાબેેનાં ભંડારીયા ગામે રહેતી કોમલબેન ચંદુભાઇ ચૌહાણ (ઉ.વ.  ૧૮) નામની કોળી યુવતીને  તેણીનાં ઘેર ઇલેકટ્રીક શોક લાગતાં બેભાન હાલતમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજયું હતુ.

(12:43 pm IST)