Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સોમનાથ પવિત્ર ત્રીવેણી નદીમાં ખુલ્લેઆમ માછીમારી થતા યાત્રીકોમાં ભારે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: સોમનાથ પવિત્ર ત્રીવેણી નદીમાં ખુલ્લેઆમ માછીમારી થતી હોય તેમાં રાત્રે મોટી સંખ્યામાં અનેક શખ્સો આવી માછીમારી કરતા હોય તેમજ બોટ પણ ચલાવતા હોય જેથી યાત્રીકો તેમજ સ્થાનીકોમાં ભારે રોષ વ્યાપેલ છે.

સોમનાથ પવિત્ર ત્રીવેણી નદીમાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ છે કોઈપણ મચ્છી તેમાં મારી શકે નહી તેવું જાહેર નામું છે તેમ છતા નદીમાં પાણી છલોછલ ભરાઈ જતા લાખો માછલીઓ નદીમાં હોય જેથી અનેક શખ્સો દ્રારા આ નદીમાંથી સહેલાય થી મચ્છીમારી કરી શકે માછલાઓ મારી શકે તે માટે ખુલ્લેઆમ માછલાઓ પકડાય છે સ્થાનીક રહેવાસીઓ તેમજ ત્રીવેણી નદીની આજુબાજુ રહેતારહેવાસીઓ દ્રારા તંત્રને પણ આની જાણ કરાયેલ છે તેમ છતા કોઈ પણ પગલા લેવાયેલ નથી ર૪ કલાક નદી માં માછીમારી થાય છે તેથી યાત્રીકોમાં પણ ભારે રોષ ફેલાયેલ છે તાત્કાલીક આ માછીમારી બંધ કરાવી દેવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:54 pm IST)