Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ટેન્કર ચાલક માલીક અને કારખાનેદાર સહિતના સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ : તપાસનો ધમધમાટ

જેતપુર પાસે ભાદર નદીમાં ઝેરી કેમીકલયુકત પાણી ઠાલવવાના પ્રયાસમાં : પર્યાવરણને નુકશાન કરનાર અને માનવજીંદગીને જોખમમાં મુકવાના કૃત્યનો કેરાળીના ગ્રામ્યજનોએ વિરોધ કરી કારખાનામાં જનતા રેડ કરી'તી

રાજકોટ, તા. ર૦ :  જેતપુર પાસે કેરાળી રોડ ઉપર ઇલે બાયોફયુલ નામના કારખાનામાં કેરાળીના ગ્રામ્યજનોએ જનતા રેઇડ કરી ભાદર નદીમાં ઝેરી કેમીકલયુકત પાણી ઠાલવવાના કરતૂતનો પર્દાફાશ કર્યા બાદ આ ઙ્ગપ્રકરણમા ંટેન્કર ચાલક, ટેન્કર માલીક તથા કારખાનેદાર સહિતના સામે પોલીસમાં ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવ અંગે જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મદદનીશ પર્યાવરણ ઇજનેર સંતોષકુમાર સુતરીયાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ટેન્કર નં. જી.જે. ૦ર ઝેડ ૩૩૦૩ નો ચાલક, ટેન્કરનો માલીક, ટેન્કરમાં કેમીકલયુકત પ્રવાહી ભરી મોકલવનાર તથા કારખાનામાં કેમીકલયુકત પાણી ઠાલવી દેવાની સગવડ કરી આપનાર સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત ટેન્કરના ચાલીક તથા ટેન્કરના માલીક અને ટેન્કરમાં ઝેરી કેમીકલયુકત પાણી કેમીકલ પ્રોસેસ કર્યા વગર ભરી મોકલનાર અને ઇલે બાયોફયુલ નામના કારખાનામાં કેમીકલમુકત પાણી ઠાલવી દેવાની સગવડ કરી આપનાર ઇસમોએ ભાદર નદીમાં ઝેરી કેમીકલયુકત પાણી ઠાલવી બેદરકારી ભર્યુ કૃત્યુ કરી જળાશય ગંદુ કરી કેમીકલયુકત પાણી જમીનમાં ઉતરવાની આજુબાજુના માણસોને સ્ક્રીન-કેન્સર જેવા ગંભીર રોગ થવાની તેમજ સંપર્કમાં આપવાથી મરણ થઇ શકે તેમજ આમ જનતાની જીંદગીને હાની પહોંચે તેવું કૃત્ય કરી અને પર્યાવરણ તથા પાણીને ગંભીર રીતે પ્રદુષીત કરી સરકારશ્રીના ધારાધોરણ મુજબ કેમીકલયુકત પાણીનો યોગ્ય નિકાલ નહિ ગુન્હો આચરેલ છે.

આ ફરીયાદ અન્વયે જેતપુર તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૮, ર૭૭, ર૭૮, ર૮૪, ૩૩૬, ૧૧૪, પર્યાવરણ સુરક્ષા અધી. ૧૯૮૬ કલમ -૧પ, તથા પાણી નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ૧૯૭૪ કલમ-ર૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ તાલુકાના પીએસઆઇ પી.જે. બાંવા ચલાવી રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે, કેરાળીના ગ્રામ્યજનોએ ઇલે બાયોફયુલ નામના કારખાનામાં ગઇકાલે જનતા રેઇડ કરી ભાદર નદીમાં ઝેરી કેમીકલયુકત પાણી ભાદર નદીમાં ઠાલવવાના કસ્તુતનો ભાંડફોડ કરી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસને જાણ કરી હતી.

(11:36 am IST)