Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મોરબીના મચ્છુ-૧ અને મચ્છુ-૨ સહિત વધુ ૫ ડેમમાં નવા પાણીની આવક

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા હળવા-ભારે વરસાદને કારણે શનિવારે સંખ્યાબંધ ડેમોમાં નવા પાણી મેઘરાજાએ ઠાલવ્યા બાદ ગઈ સાંજથી આજ સવારે ૮ સુધીમાં વધુ ૫ ડેમોમાં નવા પાણીની આવક થયાનું સિંચાઈના કંટ્રોલ રૂમે ઉમેર્યુ હતું.

જેમાં રાજકોટના આજી-૩માં ૦.૨૦ ફૂટ તો મોરબીના મચ્છુ-૧માં ૦.૧૩ અને મચ્છુ-૨માં ૧ ફૂટ નવા પાણી ઠલવાયા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના કંકાવટીમાં પોણો ફુટ નવુ પાણી ઉમેરાયાનું અધિકારી સૂત્રોએ કહ્યુ હતું.

(11:35 am IST)