Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ભાવનગરમાં રૂપિયા ઉઘરાવતા ટ્રાફીક જવાનને સસ્પેન્ડ કરાયો

વિડિઓ વાયરલ થતા એસપી દ્વારા તપાસ : જવાન શક્તિસિંહ સામે કાર્યવાહી

ભાવનગરમાં રૂપિયા ઉઘરાવતા ટ્રાફીક જવાનને સસ્પેન્ડ કરાયો છે.ટ્રાફિક બ્રિગેડનો જવાન રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. જે અંગે ભાવનગર એસપી દ્વારા તપાસ હાથ ધરાતા વિડિઓમાં ટ્રાફિક બ્રિગેડનો જવાન શક્તિસિંહ હોવાનું જાણવા મળ્યુ હતુ

  આ  જવાન પહોંચ આપ્યા વિના યેન-કેન પ્રકારે વાહનચાલક પાસેથી પૈસા પડાવી હતો. આ વીડિયો શહેરના ગંગાજળિયા વિસ્તારનો હોવાનું મનાય છે. જિલ્લા પોલિસ વડાએ વિડીઓના આધારે જવાનને તાકીદના ધોરણે સસ્પેન્ડ કરીને આગળની કાર્યવાઇ હાથ ધરી છે.

(1:46 pm IST)