Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

માણાવદર પાસે રૂ.ર૪.૪૧ લાખનો ૪૯૪ પેટી દારૂ જપ્ત

ટ્રક, કાર, મોટરસાયકલ સહિત રૂ.૪ર.૯૭ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ

દારૂ ભરેલ ટ્રક સાથે પોલીસ ટીમ તથા ડ્રાઇવર નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

જુનાગઢ તા. ૧૯: જુનાગઢમાં રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસપીના આદેશથી માણાવદર નજીકથી આર.આર. સેલ પોલીસની ટીમે રૂ. ર૪.૪૧ લાખનો ૪૯૪ પેટી દારૂ તથા ટ્રક, કાર અને મોટર સાયકલ સહિત રૂ. ૪ર.૯૭ લાખના મુદામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્જમાં દારૂ-જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા આર.આર.સેલના પો. હેડ કોન્સ. ગીરૂભાની હકિકત આધારે જુનાગઢ આઇ.જી. ઓફીસના ઇન્ચાર્જ રિડર પો. ઇન્સ. એન. વી. આંબલીયા તથા સ્ટાફના રોહિતસિંહ, નિલેશભાઇ, પ્રવિણસિંહ, જયેશભાઇ, વિગેરે માણસોએ માણાવદરના સરાળીયા ગામે જંગલ ખાતાની નર્સરી પાછળ સરકારી ખરાબાની પડતર જગ્યામાં જુનાગઢ ગાંધીગ્રામના અમુક માણસો ઇંગ્લિશ દારૂનું કટીંગ કરતા હતા.

જયારે રેઇડ કરતા ઇંગ્લિશ દારૂની પેટી-૪૯૪ બોટલ નંગ-પ૯૩૮ રૂ. ર૪.૪૧,૪૪૦/- તથા એક ટ્રક આરજે.ર૭-જીએ-પ૯૭૭ રૂ.૧પ,૦૦,૦૦૦ તથા એક પ*૪ કાર નં. જી.જે.૧-એચપી-૯૦૩૪ કિ.રૂ.૩,૦૦,૦૦૦ તથા એક હિરો મો.સા.જીજે-૧૧-સીબી પ૧૪૧ કિ.રૂ.૪૦,૦૦૦ તથા મો.ફોન ૧ કિ. રૂ.પ૦૦૦ તથા રોકડ રૂ.૧પ૧૦૦ મળી કુલ રૂ.૪ર,૯૭,૦૪૦ નો મુદામાલ મળી આવેલ આ દારૂની રેઇડ દરમિયાન પકડાઇ જનાર આરોપી (૧) ટ્રક ડ્રાઇવર સૌકતઅલી નજીરમહમદ ગુજ્જર ચૌધરી રહે. દસાણ તા.જ. રૈયાસી રાજ્ય જમ્મુ-કાશ્મીર તથા નાશી જનાર આરોપી (ર) અજય રૂડા કોડીયાતર રબારી રહે. ગાંધીગ્રામ જુનાગઢ(૩) આલા સીદી રાડા રબારી રહે ગ્રોફેડ મીલ પાછળ જુનાગઢ (૪) બાલુ પરબત કોડીયાતર રબારી રહે.ગ્રોફેડ મીલ પાછળ જુનાગઢ વાળા વિરૂદ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ રજી.કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

(11:37 am IST)