Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સુત્રપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવા ૨૪ આગેવાનોના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

પ્રભાસપાટણ તા.૧૯ સુત્રાપાડા બંદરે ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકાસાવવા બાબતે રજુઆત કરેલ ૧૯૯૨થી સુત્રપાડા બંદરનો એક પ્રશ્ન ઉકેલવા વારંવાર રજુઆતો  કરવામા આવેલ છે. પરંતુ પરિણામ શુન્ય આવેલ છે. સુત્રપાડા બંદર ૧૧૯૨થી સંસ્થાકીય ચૂટણી હોય કે એમ.એ.એલ. એમ.પી.ની ચુંટણી હોય પરંતુ  ૯૦ થી ૯૫ ટકા મતો ભાજપને જ આપે છે.

વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સોમનાથની જાહેરસભામાં તા. ૨૦-૫-૨૦૧૨ના રોજ સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની કામગીરી ત્વરીત કરવામા આવશે તેવી જાહેરાાત કરેલ પરંતુ હજુ સુધી કોઇજાતની કામગીરી થયેલ નથી. અમારી જાણકારી મુજબ આ કામ કેન્દ્ર સરકારની એન.જી.ટી. સંસ્થાના એનઓસી મળવાને વાકે અટકેલ છે. અને સાંસદની ચુટણીમાં પણ આ બાબતે લેખિત અને મૌખિક રજુઆત કરેલ છે.

આ બંદરને ફીશરીઝ હાર્બર તરીકે વિકાસવામા આવે તો આ વિસ્તારના ૫૦ હજાર લોકોને પ્રત્યક્ષકે પરોક્ષ રીતે રોજગારી મળશે અને આ બાબતની રજુઆત આસ-પાસના ગામોએ પણ કરેલ છે. આવા મહત્વના પ્રશ્નને ઉકેલવા બાબતે ફીશરમેન એસો.ના પ્રમુખ દિલીપભાઇ આંજણી, તાલુકા સદસ્ય કાનજીભાઇ સીકોતરીયા, ખારવા સમાજના પટેલ દિલીપભાઇ સોલંકી, હરેશ ભાઇ ગોહેલ, કોળી સમાજના પટેલ રામજીભાઇ રાઠોડ, જેન્તીભાઇ ચાવડા, સાગર મંડળીના પ્રમુખ નથુભાઇ ચાવડા સાથે કુલ ૨૪ આગેવાનોનુ પ્રતિનિધિ મંડળ સી.એમ.વિજય રૂપાણી અને કેબીનેટ મંત્રી જવાહર ચાવડાને રૂબરૂ મળેલ અને આ રજુઆતમા પૂર્વ મંત્રી જશાભાઇ બારડ પણ સાથે રહેલ અને ભાર પૂર્વક રજુઆત કરેલ.

(11:28 am IST)