Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગોંડલના રાણસીકીમાં પૂ. નિર્દોષાનંદ સન્યાસ આશ્રમે ગુરૂપૂર્ણીમાની ઉજવણી : ૫૧ કરોડ ''ઓમ નમઃશિવાય'' મહામંત્ર લેખન કાર્ય સંપન્ન

ગોંડલ તા. ૧૯ : ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સન્યાસ આશ્રમ ખાતે ગુરૂપુર્ણીમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પૂ. નિર્દોષાનંદજી મહારાજના શિષ્યો સ્વામી શ્રી સદાનંદજી, સ્વામીશ્રી ભોલાનંદજી તથા સ્વામી શ્રી શ્રધ્ધાનંદજી સાનિધ્યમાં પૂ. જગદીશ્વરાનંદજી મહારાજ, પૂ. નિર્દોષાનંદ સ્વામીજી મહારાજની પ્રતિમાનું પૂજન અર્ચન , ધૂન , સંકિર્તન , પ્રાર્થના , ગુરૂવંદના મહાપ્રસાદ બટુક ભોજન સહિતના  કાર્યક્રમો યોજાયા હતા.  ગુરૂપુર્ણીમા મહોત્સવ અંતર્ગત ગતવર્ષે ગુરૂપુર્ણીમા મહોત્સવ નો પ્રારંભ કરીને આ વર્ષ ગુરૂપુર્ણીમા સુધીના  એક વર્ષના સમય ગાળામાં પૂ.નિર્દોષાનંદજી સ્વામી મહારાજના અનુયાયીઓ દ્વારા ૫૧કરોડ ''ઁ નમઃ શિવાય'' મહામંત્ર લેખન કાર્ય પુર્ણ થતા ૨૪ કલાક અખંડ ''ઁ નમઃ શિવાય'' મંત્રની ધુનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગુરૂપુર્ણીમા મહોત્સવમાં પૂજનવિધી તથા પ્રાસંગિક પ્રવચન શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટે કર્યુ હતુ. રાણસીકી ઉપરાંત આજુબાજુના ગામડાઓ તથા  સૌરાષ્ટ્ર - કચ્છના જુદા જુદા વિસ્તારોમાંથી  ભાવિકો ગુરૂપુર્ણીમા મહોત્સવ માં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન ,ભજન   અને ભકિતનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

(11:27 am IST)