Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

વાંકાનેરના ગાંગીયાવદર ગામમાં કોળી આધેડનું શંકાસ્પદ મોત

વાંકાનેર તા. ૧૯ : તાલુકાના ગાંગીયાવદર ગામે કોળી આધેડનુ શંકાસ્પદ મોત થયુ છે.

મોડી રાત્રે ૨/૩૦ કલાકે વાંકાનેર સરકારી હોસ્પિટલે કેશુભાઇ હમીરભાઇ ધરજીયા (કોળી-ઉ.વ.૫૦)ની ડેડ બોડી આવતા સરકારી દવાખાને થી ડોકટરે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીેસે  એડી દાખલ કરી આ બનાવનુ કારણ જાણવા તા.પો.જમાદાર કે.વી. સામથે તપાસ હાથ ધરી છે. આ બનાવે ગાંગીયાવદર ગામમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે.

(11:20 am IST)