Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગુજરાતમાં ભુંડના કારણે મગફળીના પાકને રૂ. ૩૦૦૦ કરોડની નુકશાની

સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૮૦૦૦ ગામડામાંથી ૯૦ ટકા ગામડામાં ભૂંડનો ત્રાસઃ વર્ષો વર્ષ ભુંડની વસતી વધતી જાય છેઃ ભૂંડના ત્રાસ સામે પગલા લેવામાં સરકારની નિષ્ફળતા

માણાવદર તા. ૧૯ :.. ગુજરાત રાજયમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોર ને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકશાની થઇ રહી છે.

ગુજરાત રાજયમાં એક અંદાજ મુજબ ભૂંડથી આશરે ૩૦૦૦ કરોડની નુકશાની મગફળીના એકલા પાકને થાય છે. રાજયમાં ૧પ લાખ હેકટરમાં મગફળી ખેડૂતો વાવે છે. જે ર૦૧૮ માં હતી. જેમાં મગફળીમાં જેને સૂયામાં ડોડવા-મગફળીની સીંગ લાગતા તેને ભૂંડ જમીનમાંથી ધારદાર મોઢા તેમજ નખ થી ખેતરોમાંથી ખોદી પારાવાર નુકશાની કરી રહ્યા છે. રાજયમાં ૧૮૦૦૦ ગામડામાં ૯૦ ટકા ગામોમાં ભૂંડનો ભયાનક ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે. આ  છેલ્લા અનેક વર્ષોથી ત્રાસ છે. તેમાં દર વર્ષે ભૂંડની વસતી વધતી જાય છે. જેના કારણે ખેડૂતોને તૈયાર પાક ગુમાવવો પડે છે.

મગફળી સહિત અન્ય પાકને નુકશાની કરે છે. જે ૧પ લાખ હેકટરમાં ઓછામાં ઓછી ર૦ ટકા એટલે કે ૩ લાખ હેકટર થી વધુ વિસ્તારમાં મગફળીને ભૂંડ દ્વારા નુકશાની થઇ રહેલ છે.

રાજયના ૧૮ હજાર ગામોમાંથી આશરે ૭ હજાર ગામોને ૩ હજાર કરોડની ભૂંડના કારણે પાકને ખેડૂતને નુકશાની દર વર્ષે થવાનો અંદાજ છે.

ખેડૂતોની આ નુકશાની સામે યોગ્ય નિકાલ કરવો જોઇએ જેમાં ખેડૂતોની ભંૂડ નાબુદી યોજના અમલમાં લાવવી જોઇએ. ભૂંડને મારવાની છૂટ આપવી, ખેડૂતોને હથિયાર આપી ભુંડથી નુકશાની અટકાવવા વળતર આપવું ભૂંડને જંગલ વિસ્તારમાં છોડી મુકવાથી હિંસક પ્રાણીઓનો ખોરાક મળી રહે.

સુરતમં ૭૧પ૩ અમદાવાદમાં ૩૧૯૧ મળીને ૧૦,૩૪૪ ભૂંડની કતલ કરીને તેનું માસ વેચવામાં આવતું હોવાનું કહેવાય છે.

દેશમાં ૧ કરોડ અને ગુજરાતમાં ૪ હજાર ભુડ હોવાનો કૃષિ વિભાગ એક અહેવાલમાં કહે છે. ૧૩ લાખ ભૂંડ ઉતર પ્રદેશમાં છે. જે ૧ કરોડમાંથી ગુજરાતમાં ખરેખર તો દેશના ૭ ટકા પ્રમાણે ૭ લાખ ભૂંડ હોવા જોઇએ.

ગામડાઓમાં સંખ્યા જોતા તો ૧૧ લાખથી વધુ હોઇ શકે ખેડૂતોના અનુભવો કહે છે કે ગામમાં પ૦ થી ૧૦૦ ભૂંડ જોવા મળતાં હોય છે.

સરકારના કૃષિ વિભાગ અહેવાલમાં કહે છે અમરેલી જિલ્લામાં  એકપણ ભૂંડ નથી પણ ૧૦ હજારથી વધુ ભુંડ હોવાનું કહેવાય છે. સરકાર ભુંડ નથી તેવી જાહેરાત કરે છે. આણંદ, જુનાગઢ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, પંચમહાલ પાટણ, સુરેન્દ્રનગર, વલસાડ, વાપી, બનાસકાંઠા પરંતુ આ દરેક જીલ્લામાં ભુડની સંખ્યા છે.

સૌથી વધુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પાકને ગંભીર નુકશાન ભૂંડ દ્વારા થઇ રહી છે. આંકડા ભલે સાચા કે ખોટા હોઇ શકે પરંતુ કરોડો રૂપિયાના ખેતી પાકને નુકશાની સાથે ખેડૂતને આવક ગુમાવો, દેશ ખેતી ઉત્પાદન ગુમાવો સાથે વેપાર-ઉદ્યોગને નુકશાની થઇ રહી  છે ખેતી માંથી ભૂંડનો ત્રાાસ દુર કરવા નકકર પગલાની જરૂરત છે. તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

(10:15 am IST)