Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ભાવનગરમાં ચોરાઉ બાઇક સાથે સુનીલ દેલવાડીયા-શકિત બાવળીયાની ધરપકડ

ભાવનગર તા.૧૯ : ભાવનગર એલ. સી. બી.ના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન શહેરનાં રેલ્વે કોલોનીથી અક્ષરપાર્ક જવાના રસ્તે શંકાસ્પદ રીતે યામાહા ફસીનો મોટરસાઇકલ ઉપર જઇ રહેલા સુનીલ મુકેશભાઇ દેલવાડીયા (ઉ.૧૯) તથા શકિત ઘનશ્યામભાઇ બાવળીયા (ઉ.ર૦) ને અટકાવી મોટરસાઇકલના કાગળો માંગતા તે નહિ હોવાનું જણાવતા પોલીસે આગવી રીતે પુછપરછ કરતા આ બાઇક ચોરાઉ હોવાની કબુલાત આપી હતી પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:21 am IST)