Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

જોડિયામાં સફાઇ કામદારોની હડતાલ

 જોડિયાઃ પંચાયતના સફાઇ કામદારો પગારના પ્રશ્ને પ્રતીક હડતાલ ચાલુ રાખતા શેરી વિસ્તારમાં ઠેર ઠેર કચરા અને ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. ચાલીસ જેટલા સફાઇ કર્મચારી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક હડતાલ ચાલુ રાખેલ છે. સત્વરે વાલમિકી સમાજના પગાર પ્રશ્ને જોડિયા ગામ પંચાયત બોડી નિકાલ કરીને ગામને કચરા અને ગંદકીથી મુકત કરવા માટે પ્રજામાં માંગ ઉઠી છે. રોડ સાઇડ કચરાની તસ્વીર. (તસ્વીરઃ રમેશ ટાંક જોડિયા)

(11:43 am IST)