Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

લોધીકા તાલુકાના ૩૮ ગામોના સરપંચોના સંગઠનની કરાઇ રચના

પ્રમુખપદે કોઠા પીપળીના સરપંચ સંજયભાઇ અમરેલીયાની વરણી

ખીરસરા તા.૧૯: લોધીકા તાલુકાના અભેપર ગામે ખોડિયાર માતાજીના મંદિરે લોધીકા તાલુકાના ૩૮ ગામના સરપંચોની એક મિટીંગ મળેલ તેમાં તમામ ગામના સરપંચોએ સંગઠન યુનિયન બનાવવા હકારાત્મ અભિગમ આપેલ અને આ સંગઠનમાં ૬ ગામ વાયજ એક કમીટી મેમ્બરની રચના કરવામાં આવેલ ભારતી બેન વિરડા (હરીપર પાળ) વર્ષાબા જાડેજા (રાયકિ) મંજુલાબેન કોરાટ (સાંગણવા) લાખાભાઇ ચોવટીયા (ઇટાળા) હંસાબેન કથીરીયા (ઉંડખીજડીયા) વિપુલભાઇ મોરડા (ચાંદલી) વિગેરે ગામના સરપંચોની કમિટીમાં નિમણૂંક કરવામાં આવેલ.

સમિતિમાં પ્રમુખ તરીકે કોઠા પીપળીયાના યુવા સરપંચ સંજયભાઇ અમરેલીયાની સર્વાનુંમતે નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારબાદ લોધીકા તાલુકાના ગામડાની નાના મોટા પ્રશ્નો અને સમસ્યાની ચર્ચા કરવામાં આવેલ અને તમામ ગામના પ્રશ્નોના નિરાકરણનો થાય તો તમામ સરપંચો સાથે મળી લગતી કામની કચેરીમાં જઇ અને લગતા અધિકારી સામે એકતાનો અવાજ ઉઠાવશે અને આ સંગઠન બિનરાજકિય રહેશે.

આ તકે (ચાંદલી) ઉપસરપંચ મોરડવિપુલભાઇ (મેટોડા) સરપંચ શૈલેષભાઇ વેકરીયા (નાંધુ પીપળીયા), લીલાબા ગઢવી (જેતાકુબા), હિરજીભાઇ રાઠોડ (પીપરડી), મીનાબેન સંખારવા (દેવડા), કમલેશભાઇ ખાપરા (અભેપર રતનપર), કાંતાબેન કોટડિયા (છાપરા), દિનેશભાઇ ભુત (નગરપીપળીયા), કમલેશભાઇ સાકરીયા (ઉંડ ખીજડીયા), હંસાબેન કથિરિયા (દેવગામ),વિશાલભાઇ ફાંગલીયા (પાંભર ઇટાળા), મંજુબેન વેકરીયા (ચાંદલી), વિજયાબેન બગડા (ચીભડા), લાધાભાઇ મારકણા (પાળ), જગદિશભાઇ દાફડા (લોધીકા), પ્રભાબેન જેન્તીભાઇ વસોયા (કાંગશીયાળી), સવિતાબેન ચાવડા (પારડી), રંજનબને ધરડુશીયા (વાગુદડ), પ્રભાબેન વીરડા (સાંગણવા), મંજુબેન કોરાટ (ઢોલરા), ગીતાબેન બગથરીયા (તરવડા), રતનબેન પરમાર વાજડી (વડ), અભેસંગ ખેરડિયા વિજયભાઇ રાઠોડ(રાતૈયા), કામીનીબા જાડેજા (જસવંતપુર), અરજણભાઇ માટીયા (મોટાવડા), ભીમસિંહ કે. જાડેજા (ખાંભા), અન્ન્પૂર્ણાબા જાડેજા (ધુળીયા દોમડા), ભુપેન્દ્રસિંહ જાડેજા (બાલાસર), (હરીપર તરવડા), રજાકભાઇ ઢેબા (માખાવડ), ગોપાલભાઇ પરમાર (ખીરસરા), ગીતાબેન લાખાભાઇ સાગઠિયા તેમજ માખાવડ વિગેરે ગામના સરપંચો ઉપસ્થિત રહેલ હતા. (૧.૨)

(9:16 am IST)