Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર કાંઠાનું ધોવાણ અટકાવવા ૧ર કરોડના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવાના કામનું ખાતમૂર્હૂત

પોરબંદર તા. ૧૯ :.. ઇન્દ્રેશ્વર મંદિરથી જૂની દિવા દાંડી સુધી દરિયાકાંઠાનું ભારે મોંજાથી થતું ધોવાણ અટકાવવા ૧ર કરોડના ખર્ચે સ્ટ્રકચર (સંરક્ષણ દિવાલ) બનાવવાની કામગીરીનું ખાતમુર્હુત ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ચોપાટી ઇન્દ્રેશ્વર મંદિરથી ખારવાવાડ વિસ્તાર પાસે દર વર્ષે દરિયાઇ મોંજાને કારણે કાંઠાનું ધોવાણ થાય છે તેમજ કાંઠાની નજીક આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર હિંદુ સ્મશાન - મુસ્લીમ કબ્રસ્તાન, જુની દિવા દાંડી ડીસ્ટ્રીકટ લાઇબ્રેરી તેમજ રહેણાંક મકાનોને નુકશાની પહોંચે છે અને જેના કારણે દર વર્ષે લાખો રૃપિયાનું નાણાંકીય નુકશાન ભોગવવુ પડે છે તેમજ જનજીવન પર ખરાબ અસર પડે છે. પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત વિરમભાઇ દુદાભાઇ કારાવદરાની તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની અગાઉની થી ઇન્દ્રેશ્વર મંદિરથી ની દિવાદાંડી સુધી દરિયાઇ સંરક્ષણ માટેનું સ્ટ્રકચર બનાવવાની રજૂઆત કરેલ હતી જેને સફળતા મળી છે. સ્ટ્રકચર બનાવવાનું કામ મંજૂર થતા પ્રોવાઇડીંગ કોસ્ટલ પ્રોટેશન વર્ક ટુ કોમ્બાટ સી ઇરોઝન નીઅર ચોપાટી (ઇન્દ્રેશ્વર મંદિર) ટુ ખારવાવાડા એટલે પોરબંદર ડીસ્ટ્રીકટ પોરબંદરનું કામ થવાથી દરિયાઇ કાંઠાનું ધોવાણ થતું અટકશે જેથી ઐતિહાસિક ઇન્દ્રેશ્વર મંદિર, હિન્દુ સ્મશાન, મુસ્લીમ કબ્રસ્તાન ડીસ્ટ્રીકટ લાઇબ્રેરી, જુની દિવાદાંડી રેસીડેશીયલ બિલ્ડીંગ પ્રાઇવેટ કોમર્શીયલ પેલેસનો બંદર રોડ વગેરેનું રક્ષણ થશે.

(1:40 pm IST)