Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોરબીમાં વરસાદી ઝાપટાએ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી.

નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસ અગ્રણી

મોરબી : વરસાદના એક જ ઝાપટાને કારણે મોરબીમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાતા કોંગ્રેસ અગ્રણીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જ છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ આજે સવારે વરસાદી ઝાપટા બાદ શહેરમાં અનેક સ્થળે પાણીના પાટોળા ભરાતા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મોરબી ભાજપ શાસિત નગરપાલિકાના મોટા-મોટા દાવા વચ્ચે મોરબી શહેરમાં વરસાદનું આગમન થતાં રોડ રસ્તા પર પાણી ભરાય ગયા હતા. લાખો રૂપિયાના ખર્ચે નાલા-હોકળા સફાઈ કરવાની વાતો કરતા સતાધીશોની વરસાદના આગમને પોલ ખોલી નાખી છે. પૈસા બનાવવાના હેતુથી થયેલ નાલા-હોકાળા સફાઈની તપાસ કરવામાં આવે તો આ કામગીરીમાં સતાધીશોએ પોતાના ખિસ્સા ભર્યા હોય તેવું લાગે છે.
હજી તો ભારે વરસાદ પડ્યો નથી ત્યાં થોડા વરસાદમાં રોડ-રસ્તા ઉપર પાણી ભરાય જાય તો શું આ કામગીરી ફકત કાગળ ઉપર જ થાય છે તેમ માનવું? હજી પણ સમય છે કાગળ ઉપર થયેલ કામને વાસ્તવિક કામગીરીમાં ફેરવી પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા પેસાનો સારો અને પ્રજાની સુવિધામાં ઉપયોગ કરો તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.

(9:13 pm IST)