Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

માળીયાના મોટા દહીસરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : અલગ અલગ જગ્યાએ દરોડા : લાખોની કિંમતનો દારૂ મળ્યો

મોરબી જીલ્લા પોલીસે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈન માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી., એસ..જી. તથા માળિયા પોલીસ, મોરબી ડીવીઝન,બી ડીવીઝન અને તાલુકા પોલીસ મથકન સ્ટાફની ટીમો બનાવી મોટા દહીસરા ગામે અવારનવાર પકડાયેલ ઇસમોને ત્યાં જુદી જુદી ટીમો બનાવી દરોડો પડતા ડીવાયએસપી રાધિકા ભારાઈને બાતમી મળેલ કે આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા વાળા દહીસરા ગામે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજાના પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની ૪૦૮ બોટલ કીમત રૂ.,૨૨,૪૦૦ નો મુદમાલ ઝડપી પાડ્યો હતો અને આરોપીઓ હાજર નહિ મળી આવતા તેને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા હતા તેમજ અન્ય ટીમો દ્વારા આરોપી જલ્પેશ વિનોદભાઈ ખાખીના રહેણાંક મકાન સામે પડતર મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૭ કીમત રૂ.૫૧૦૦ નો મુદામાલ મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 am IST)