Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ખીરસરા જીઆઇડીસી પ્લોટ મેમ્બર્સ ગ્રુપ દ્વારા વિજયભાઇ રૂપાણીને રજુઆત

લોકડાઉન ધ્યાને લઇ ડ્રો થી ફાળવાયેલ પ્લોટનું ડાઉન પેમેન્ટ ઘટાડવા, હપ્તાની સંખ્યા વધારવા, લોનનો દર ઘટાડવા સહીતના મુદ્દે સુચનો

રાજકોટ તા. ૧૯ : ખીરસરા જીઆઇડીસીને લગતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરવા જીઆઇડીસી ખીરસરા પ્લોટ મેમ્બર્સ ગ્રુપ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય સુધી પહોંચ્યુ હતુ.

કોવીડ-૧૯ કોરોના મહામારીના કારણે ઉદ્યોગ ધંધામાં આવેલ મંદી ધ્યાને લઇ ડ્રો થી ફાળવાયેલ પ્લોટના ડાઉનપેમેન્ટ ભરવાની મુદત વધારી આપવા તેમજ લોનનો દર ઓછો કરવા, હપ્તાની સંખ્યા વધારી આપવા, જમીનના ભાવમાં ઘટાડો કરી આપવા, પ્લોટ સમથળ કરી આપવા અને પ્રાથમિક સુવિધા પુરી પાડવા તેમજ ડ્રેનેજ વ્યવસ્થા કરી આપવા સહીતના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ઉપરાંત જીઆઇડીસી ચેરમેન બળવંતભાઇ રાજપૂત, જીઆઇડીસી એમ.ડી. શ્રી થેરસનાને પણ રજુઆત કરી માહીતગાર કરવામાં આવ્યા હતા. જે બાબતે મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક વલણ અપનાવ્યુ હતુ.

આ રજુઆત માટે પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્યાયનું માર્ગદર્શન પ્રેરણારૂપ બનેલ તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ વી. પી. વૈષ્ણવનો પણ સહકાર મળેલ હોવાનું જીઆઇડીસી ખીરસરા પ્લોટ મેમ્બર્સ આગેવાનો પ્રશાંત સુચક, જય પાઠક, હાર્દીક વાછાણી, રાજેશ અકબરી, શૈલેષ દવે, રાજેશ શાહ, પ્રતિક સીદપરા, જયેશ પરમાર, જીજ્ઞેશ મેદપરા, વિશાલ મહેતાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(2:42 pm IST)