Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભાટીયામાં લોભામણી લાલચ આપીને ઓનલાઇન પૈસા જમા કરાવવાનું કહીને ૧ લાખ ખંખેર્યા

જામનગર તા. ૧૯ : ભાટીયાના મોમાઇ માતાજીના મંદિર પાસે રહેતા અને ભાટીયામાં કોમ્પ્યુટરની દુકાન ચલાવતા શૈલેષ જેન્તિભાઇ ચંદારાણા નામના વેપારીને રર-૪ ના રોજ તેમના મોબાઇલ પર મની ટ્રાન્સફર નામની એજન્સી આપવાના નામે મેસેજ આવતા વેપારીએ એજન્સી લેવા માટે મેસેજમાં આવેલ મોબાઇલ નંબર પર કોન્ટેકટ કર્યા બાદ ૯૮૧૯૦ ૬૦પ૮૦, ૭૦૪પ૧ ૭૧પ૬૯, ૯૮૭૯પ ૬પર૪૯ આમ જુદા જુદા નંબર પરથી સર્વિસ ઇન્સટા કંપનીના આશિષ શર્મા તથા અન્ય ત્રણેક વ્યકિતઓએ ફોન અને મેસેજ અને ઇમેલ કરી કંપનીની લોભામણી સ્કિમો વિશે જણાવતા ફરીયાદી લાલચમાં આવી જતા. તેમને ઉપરોકત શખ્સે ખાતા નંબરમાં રૂ.૧ લાખ જમા કરાવ્યા બાદ સ્કિમનો લાભ મળશે તેમ ફરીયાદીને જણાવતા ફરીયાદી વેપારીએ ૧ લાખ ઉપરોકત શખ્સે આપેલા ખાતા નંબરમાં જમા કરાવ્યા બાદ કોઇ સ્કિમનો લાભ નહી મળતા આખરે વેપારી છેતરાયા હોવાનું જણાતાં સર્વિસ ઇન્સટાકંપનીના ઇમેલ તથા આશિષ શર્મા વિરૂદ્ધ ભાટીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવેલ છે. પોલીસે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાણવડમાં વિજ શોકથી યુવાનનું મોત

ભાણવડના વિજયપુર વાડી વિસ્તારમાં રહેતા ડાડુભાઇ રામદેભાઇ બંધીયા જાતે આહિર (ઉ.૪૦) નો યુવાન તેમના વાડીના રહેણાંક મકાનમાં ઇલેકટ્રીક લેમ્પ થતો ન હોય જે હોલ્ડર બદલાવવા જતા ઇલેકટ્રીક શોર્ટ લાગતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

(1:10 pm IST)