Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ખંભાળીયામાં વિજ લાઇનમાં કાંચીડો ચોટી જતા કલાકો સુધી વિજ પુરવઠો ઠપ્પ

ગ્રામ્ય વિસ્તારોમાં ર૦ થી રપ વખત ખોરવાતો વિજ પુરવઠો

ખંભાળીયા તા. ૧૯ : દેવભુમી જીલ્લામાં ભારે પવનની આગાહીના પગલે તંત્રના રેડ એલર્ટની સાથે થોડો પવન ફુંકાતા જ વીજ પુરવઠો ગુમ થઇ ગયો હતો.

કેટલાયે વિસ્તારોમાં તથા કેટલાયે ગામોમાં ચાર-પાંચ દિવસ સુધી વીજ પુરવઠો બંધ રહેતા લોકોના ટોળા સબ સ્ટેશનો પર ઉમટતા અને જયાંસુધી ચાલુના થાય ત્યાં સુધી ધામા નાખતા તંત્રએ ફીડરો ચાલુ કર્યાનો સંતોષ વ્યકત કર્યો હતો પણ રોજ ફીડરોમાં એક દિવસમાં ખાલી સવારથી સાંજ સુધીમાં જ વીસ-પચીસ વખત ફીડરો ચાલુ બંધ થતા ગ્રામ્ય પંથકમાં તો રોષની લાગણી ફેલાઇ છ.ે

સવારથી ફીડર બપોર સુધીમાં અડધા દિવસમાં ર૦ વખત ચાલુ બંધ થતા ભારે પરેશાનીમાં ગ્રામ્યજનો મુકાયા હતા એ જયોતિ ગ્રામના જયા ર૪ કલાક વીજળીના દાવા કરાય છે તેવા ફીડરોમાં જો આવુ હોય તો ત્યાં આઠ કલાકના ગ્રામ્ય વાડી ફીડરોમાં શું હોય ? ત્યા એક-એક કલાકજ વીજ પુરવઠો આપે છે !! કિશાન કોંગ્રેસના પાલભાઇ આંબલિયાએ  રોષ સાથે જણાવેલ કે ગ્રામ્ય વિસ્તારોમાં જયોતી ગ્રામ તથા વાડી વિસ્તારોમાં હજુ પણ ખુબજ ખરાબ સ્થિતિ વીજળીની છે.

વીજ ફીડરો ચાલુ થયા છે. પણ આ ફીડરો ર૪ કલાક ચાલુના બદલે ર૪ કલાકમાં ર૪ કલાક બંધ થાય છે. !!

ગ્રામ્ય વિસ્તારોમાંં વીજ તંત્રની ભયંકર ખરાબ કામગીરી હોવાનું જણાવી આકરી ટીકા કરી હતી કે હજુ ચાર છાંટા પડતા વીજ તંત્રની આવી દશા છે તો વરસાદ પડે પડી શું થશે ???

ખંભાળીયામાં વીજ તંત્ર દ્વારા બે દિવસ પવન ફુંકાતા ઝાડની ડાળીઓ પડતા કાપી કાપીને પુરવઠો પૂર્વવત કર્યો હતો ત્યારે ગઇકાલે શહેરના મેઇન બજારના વીજ ફીડરમાં એક જગ્યાએ એક કાંકીડો બે વાયર સાથે અથડાતા શોક સર્કિટ થઇ વાયર તુટી પડયા હતા કાંકીડો વાયર સાથે ચોટી જતા કલાકો સુધી વીજ પુરવઠો શહેરમાં ખોરવાય રહ્યો હતો.

(1:10 pm IST)