Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જામનગરના ખોજાબેરાજા ગામે સીમમાં જુગાર રમતા ૮ શખ્સો ૩ લાખ રોકડ સાથે ઝબ્બે

જામનગર તા ૧૯ : તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા તિનપતી રોન પોલીસ નામના જુગારના અખાડામાંથી રોકડ રૂા ૩,૦૨,૦૦૦/- તથા ગંજીપાનાના પાના તથા બે ફોર વ્હીલ કાર કળી કુલ રૂા ૯,૫૨,૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ પો. હેડ કોન્સ. વનરાજભાઇ મકવાણાની ફરીયાદ આધારે પો.સ.ઇ. આર.બી.ગોજીયાએ (૧) માલદેવભાઇ પોલાભાઇ મોઢવાડીયા, રહે. ખોજાબેરાજા, વાડી વિસ્તાર, ફીડરની બાજુમાં, (ર) રમેશભાઇ બચુભાઇ આહીર, રહે. રણજીત સાગર રોડ, (૩) જીવરાજભાઇ જગાભાઇ નંદણીયા, રહે. હીરજી મીસ્ત્રી રોડ, અરીહંત ટાવર, બ્લોક નંબર ૧૨-એ, (૪) રામજીભાઇ વિજસુરભાઇ ધોડા,રહે. દિ. પ્લોટ-૫૮, હિંગળાજ ચોક, રમેશ હાર્ડવેરની સામે, (પ) દિપકભાઇ ઉર્ફે ભુરો લખમણભાઇ વરૂ, રહે.નાંદુરીગામ પાદરમાં,તા. લાલપુર, (૬) વિમલભાઇ મહેશભાઇ નાખવા, રહે. દિ. પ્લોટ-૫૧, (૭) જેશાભાઇ લાખાભાઇ નંદાણીયા, રહે. નિલકમલ સોસાયટી પાછળ, જાગૃતિનગર શેરી નંબર-૩, (૮) વિરાભાઇ ખીમજીભાઇ ધનાણી, રહે. કામદાર કોલોની ની ધરપકડ કરી છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર. એ ડોડીયા ની સુચનાથી  કે.કે. ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લક્ષ્મણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા, તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:42 am IST)