Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મૂળી સ્વા. મંદિરે નર્મદાના નીરના વધામણા જલયાત્રા કાઢી શ્રી હરિને અભિષેક કર્યો....

પાણીની વિકટ પરિસ્થીતી ઉભી થતા નર્મદાના પાણી માટેની માંગણી સંતોષાતા સંતો સહીત હરિભકતોમાં આનંદ છવાયો

મુળી તા ૧૯ :  સુપ્રસિધ્ધ સ્વા. મંદિર મૂળી ગામે દરરોજ હજારો હરી ભકતો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે મૂળી સ્વા. મંદિરમાં પાણી માટે અછત સર્જાતા મૂળી ગામના હરિભકતોની વાડીમાંથી પાણી લાવવામાં આવતું હતું. પાણીની વિકટ પરિસ્થિતીને ધ્યાનમાં લઇ સ્વા. મંદિરના મહંત શ્રી શ્યામ સુંદરદાસજી તેમજ ટ્રસ્ટી શશીકાંતભાઇ, ગામના અગ્રણી રાજભા પરમાર,ઇન્દુભા સહીત લોકોએ સ્વા. મંદિરમાં પાણી માટેની વિકટ પરિસ્થિતી અંગે રજુઆત કરી હતી.

સંતો સહીત હરિભકતોની લાગણીને ધ્યાનમાં લઇ મંદિરમાં પાણી આપવાના પ્રશ્નનો સુખદ અંત લાવતા સ્વા. મંદિરે નર્મદાના નીર લાવવા ભરતભગત ચંદુભાઇ સહીત હરિભકતોએ શ્રમયજ્ઞ કરેલ.

મંદિરે નર્મદાનું પાણી આવતા સંતો મહંતો સહીત હરીભકતો એ તમામે માતા નર્મદાનો જયઘોષ સાથે વાજતે ગાજતે કળશમાં પાણી ભરી જલાયાત્રા કાઢી સોૈ પ્રથમ શ્રી ભગવાનને નર્મદાના જલ વડે અભિષેક કરી પુજા અર્ચના કરી હતી.

નર્મદાનાનીર આવતા સંતો સહીત હરિભકતોમાં આનંદનીલાગણી ઉભરાય હતી. હરિભકતોએ શ્રી હરિને અભિષેક કરેલા જળને પ્રસાદી રૂપે ચરણામૃત લઇ ધન્યતા અનુભવી હતી.

(11:37 am IST)