Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઓખા-બેટમાં '' વાયુ'' વાવાઝોડાના ખતરા બાદ P.G.V.C.L. ના ખતરાથી પ્રજા પરેશાન

છેલ્લા ૧૦ દિવસમાં પાંચ દિવસનો કાપ...

ઓખા તા ૧૯  : ઓખા-બેટ ગામમાં વાયુ વાવાઝોડાની અસરથી ભારે પવન અને દરીયાયી તુફાનથી અસ્ત-વ્યસત બન્યું હતું. તેમાંયે દરીયા વચ્ચે આવેલ ટાપુ પર  રહેતા ૧૬ હજાર લોકોની પરિસ્થિતી કફોડી બની હતી.

આ ખતરો તો ટળયો, પરંતુ પી.જી.વી.સી.એલ. નો ખતરો તો કાયમ રહયો છે. ઓખા મંડળમાં છેલ્લા ૧૦ દિવસમાં પાંચ દિવસનો કાપ રાખી પ્રજાને બાનમાં લીધી છે, તેમાંયે પાવર ચાલુ હોય છે ત્યારે દિવસમાં ૪૦ થી પ૦ વાર પાવર ચાલુ બંધ કરીને ઇલેકટ્રીક સામાનને મોટી નુકશાની પહોંચાડે છે.

ગઇકાલે સવારથી પાવર બંધ કરી દીધેલ છે. ફોન કરતા કોઇ ઉપાડતું પણ નથી, આજે ઓખામાં જાહેર રસ્તાઓ પર થાંભલામાં જીવતા વાયરો મોત બની મંડારાતા જોવા મળે છે. આ ખતરો કયારે ટળશે તેવું પ્રજામાં ચર્ચાઇ રહયું છે.

(11:34 am IST)