Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

તળાજાના સાંગાણા ગામના ખેડૂતોની વેદનાઃ ત્રણ દિવસથી વીજ પુરવઠો ન મળતા ગામના યુવાનોએ જાતે ટીસી ચઢાવવું પડયુ

વિજ તંત્રએ ખાલી ટીસી જ આપ્યુ કારીગર ન આપ્યાઃ ચેન કમ્પી તૂટી જતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો

ભાવનગર તા. ૧૯ :.. તળાજા વિસ્તારના નવા સાંગાણા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ટીસી ખરાબ થઇ જતા વિજળીના ધાંધીયા ને લઇ ગ્રામજનો તોબા પોકારી ગયા હતાં. મુંગા પશુધનને પાણી પીવા માટે આપવામાં પણ તકલીફ પડતી હતી. વિજ તંત્રને રજૂઆત સતત કરતા ત્રણ દિવસે ગઇકાલે રાત્રે સીટી તો તંત્ર આપ્યુ પણ કારીગર ન આપતા ગામના પચાંસેક યુવાનો ભેગા થઇ ટીસી ચઢવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ ચેઇન કમ્પી તૂટતા મોટી દુર્ઘટના સહેજમાં સદભાગ્યે ટળી હતી.

નથી ધોધમાાર વરસાદ કે નથી વાવાઝોડું તેમ છતાંય તળાજા તાલુકાના ગામડાઓમાં વિજળી થી હજારો ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. જેમાં નવા સાંગણા ગામે ત્રણ દિવસથી ટ્રાન્સફર ના કારણે વિજળી ન હોય તંત્રને રજૂઆત કરતા રાત્રે ટીસી આપ્યુ પણ ટીસી ચઢાવી શકે તેવા મજૂરો ન આપતા ગામના પચાંસેક યુવાનોએ જાત મહેનતે ટીસી ચઢાવવાની કામગીરી કરી શરૂ કરી હતી. જેમાં ટીસી ચડાવવાની કામગીરી કરતા હતા ત્યારે ચેઇન કમ્પી તુટી જતા ત્રણેક યુવાનો સહેજમાં બચી ગયા હતાં.

(11:31 am IST)