Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કોટડાપીઠા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસની ઉજવણી

કોટડાપીઠા : પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર  દ્વારા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ની સૂચના અને તાલુકા હેલ્‍થ ઓફિસરના માર્ગદર્શન મુજબ રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ ડેન્‍ગ્‍યુ અટકાવવા સહભાગી બનીએ' છે. ડેન્‍ગ્‍યુ રોગ અટકાવવા માટે વાવડા ગામે ગુરુ શિબિર પત્રિકા વિતરણ અને જનજાગળતિ અભિયાનનું પણ આયોજન કરવામાં આવેલું. મચ્‍છર દ્વારા ફેલાતા રોગથી બચવાના ઉપાયો, ખાડા ખાબોચિયામાં માટી કામથી પુરાણ કરવું, મચ્‍છરદાનીમાં સુવાની ટેવ પાડવી, પાણી ભરેલા પાત્રો હવાચુસ્‍ત ઢાકણથી બંધ રાખવા, દર ત્રીજા દિવસે વીછળી અને તપાવીને પછી પાણી ભરવું, જુના ટાયર ભંગાર વગેરેનો નાશ કરવો, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા અને લીમડાનો ધુમાડો કરવો, તાવ આવે એટલે તુરંત જ લોહીની તપાસ કરાવી પછી જ દવા લેવી વગેરેની માહિતી સુપરવાઇઝર મેહુલભાઈ દ્વારા આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા. આ. કેન્‍દ્ર કોટડાપીઠાની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ પ્રા. આ. કેન્‍દ્ર કોટડાપીઠા મેડિકલ ઓફિસર ડો. ધાર્મિક કળથીયાની યાદીમાં જણાવેલ છે.

(12:12 pm IST)