Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જામનગરમાં લેઉવા પટેલ સમન્‍વય ટ્રસ્‍ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્‍ત ઉપક્રમે ૨૧મો સમૂહલગ્નોત્‍સવ યોજાયો

જામનગર : જામનગરમાં લેઉવા પટેલ સમન્‍વય ટ્રસ્‍ટ  અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્‍ત ઉપક્રમે ૨૧મો સમુહલગ્નોત્‍સવ અને જ્ઞાતિરત્‍નોના સન્‍માનનો કાર્યક્રમ  લેઉવા પટેલ સમન્‍વય ટ્રસ્‍ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન ખાતે યોજવામાં આવ્‍યો હતો.  આ સમૂહલગ્નોત્‍સવ પૂર્વે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન થયું જેનો લાભ ૪૪ દંપતીઓએ લીધો. શરૂઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ ગણેશ વંદનાથી કરાવી હતી. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કળતિઓ પણ રજુ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન દરમિયાન રાજકીય, સામાજિક અને જ્ઞાતિ શ્રેષ્ઠિઓ સહિતના મહેમાનોનું ખેસ પહેરાવી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. ૨૧ નવદંપતીઓ ના માતા પિતાનું પણ ખેસ પહેરાવીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્‍નો નું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્‍યક્‍તિઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમૂહલગ્ન માં જોડાયેલા નવદંપતિઓમા સ્‍વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્‍ય હોય તેને એફ.ડી. અર્પણ કરીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.  આ સમૂહ લગ્નોત્‍સવમાં કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક કન્‍યાને રૂ.૨૪૦૦૦/-ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્‍યા અને સ્‍થળ ઉપર મેરેજ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્‍યા હતા. આ સમૂહ લગ્ન ઉત્‍સવ દરમિયાન રક્‍તદાન કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યો હતો. જેમાં પધારેલા સૌ કોઈએ બહોળી સંખ્‍યામાં રક્‍તદાન કરીને સહકાર આપ્‍યો હતો.

(11:55 am IST)