Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કચ્છમાં કોરોના વિસ્ફોટને પગલે તંત્ર ડઘાયું- ૨૧ કેસ પછી કલેકટરે અરજન્ટ મિટિંગ બોલાવ્યાની ચર્ચા

*કેસો હજી વધશે, ૨૧ માંથી ક્યા વિસ્તારના કેટલા તે વિશે તંત્ર હજી અવઢવમાં, મીડીયાને પૂરતી સત્તાવાર માહિતી હજી મળી નથી

(ભુજ) કચ્છમાં કોરોના મહા વિસ્ફોટને પગલે તંત્ર ડઘાઈ ગયું હોય તેવો તાલ સર્જાયો છે. અત્યારે માત્ર ૨૧ પોઝિટિવ કેસ આજે કમ્ફર્મ થયા છે, એવી સત્તાવાર માહિતી ડીડીઓ પ્રભવ જોશીએ આપી છે. જોકે, દર વખતની જેમ ક્યા વિસ્તારના કેટલા દર્દીઓ છે, તેના વિશે હજી તંત્ર અવઢવમાં હોય એમ અત્યાર સુધી કોઈ સતાવાર માહિતી મળી શકી નથી. વળી, કલેકટરે અરજન્ટ મિટિંગ બોલાવી હોવાની ચર્ચા છે. કલેકટર પ્રવીણા ડીકે, ડીડીઓ પ્રભવ જોશી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર વચ્ચે આ બેઠક કોરોના મહા વિસ્ફોટને પગલે બોલવાઈ હોવાની ચર્ચા છે. કચ્છ હવે ઓરેન્જ ઝોનમાંથી રેડઝોન તરફ આગળ વધી રહ્યું હોવાની લોકોમાં ચિંતા છે, તેમ જ ફફડાટ છે. હજી કેસ વધશે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે

(8:05 pm IST)