Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સરધારમાં શેઢા તકરારમાં આહિર ભાઇઓ વચ્ચે મારામારીઃ ત્રણને ઇજા

વિપુલ જળુ અને સામે જયરાજ જળુ તથા તેના પિતા પ્રભાતભાઇને ઇજા

રાજકોટ તા. ૧૯: સરધારમાં ખેતરના શેઢાની તકરારમાં આહિર ભાઇઓ વચ્ચે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ સરધાર રહેતાં વિપુલ વેરસલભાઇ જળુ (ઉ.૩૫) નામના આહિર યુવાન પર સાંજે કોૈટુંબીક ભાઇ જયરાજ તથા પ્રભાતભાઇએ પથ્થરથી હુમલો કરી ઇજા કરતાં મોઢા પર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સામા પક્ષે જયરાજ જળુ (ઉ.૧૯) તથા તેના પિતા પ્રભાતભાઇ દાનાભાઇ જળુ (ઉ.૫૦) પણ પોતાના પર વિપુલ, પપ્પુ સહિતે ધોકા-પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. 

વિપુલના સગાના કહેવા મુજબ ખેતરના શેઢાની તકરાર ચાલતી હોઇ તેના કારણે આ મારામારી થઇ હતી.

(1:18 pm IST)