Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢમાં કલેકટર ડો. સૌરભ પારધીએ કોરોના માટે શરૂ કર્યો વોરરૂમ

કોરોનાની ગતિવિધિનું ગંભીર તંત્ર , દર્દી સાથે પણ વાતચીત

જુનાગઢ, તા. ૧૯૦ : સમગ્ર વિશ્વ કોરોનાના મહામારીના સંકટનો સામનો કરી રહેલ છે અને કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારે જુનાગઢ જિલ્લામાં કોરોનાની ગતિવિધિ પર નજર રાખવા માટે જુનાગઢ ગુજરાતમાં સૌ પ્રથમ જુનાગઢમાં કલેકટર ડો. સૌરભ  પારધીએ કોરોના માટે વોરરૂમ શરૂ કર્યો છે.

કલેકટર ડો. સૌરભ પાધરીએ સવારે અકિલા સાથેની છટેલિફોનીક વાતચીતમાં જણાવેલ કે કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. આથી તેની આનુષાંગિક ગતિવિધી પર નજર રાખવા માટે કલેકટર કચેરી  ખાતે કોરોના સામેની લડતનાં ભાગરૂપે કોરોના માટે વાર ગઇકાલથી શરૂ કરવામાં આવેલ છે.

આમ એક જ જગ્યાએથી કોરોના વિશેની ગતિવિધી પર નજર રહેશે. અને કલેકટર ડો. સૌરભ પારધી જાતે મોનીટરીંગ કરી રહ્યા છે.

તેઓએ વધુમાં જણાવેલ કે, કોરોના મહામારીનાં સામના માટે એક જગ્યાએ કન્ટેઇન્ટમેન્ટ ઝોન, બફર ઝોન, સહિતની માહિતી મેળવી શકાશે. તેમજ તબીબો સાથે વિડીયો સંવાદ શરૂ કરાયો છે.

ઉપરાંત દર્દીની હિસ્ટ્રી પણ કોરોના માટેનાં વોર રૂમ, ખાતેથી મેળવી શકાશે.

કલેકટર ડો. સૌરભ પારધીએ વધુમાં જણાવ્યું હતું કે વોર રૂમ ખાતેથી જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેતા કોરોના દર્દી સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી વાતચીત પણ થઇ શકશે.

આમ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની કોરોના માટેનાં વોર રૂમની પહેલથી કોરોના સામેની લડાઇ વધુ સતેજ બનશે.

(1:17 pm IST)