Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જેતપુરમાં બેમાસ બાદ જનજીવન ધબકતુ થયું દુકાનો ખોલવાના સમયનો નિર્ણય આજે લેવાશે

જેતપુર તા. ૧૯ : કોરોના મહામારીના ભરડામાં લોકો ન ફસાય માટે સતત બે માસ સુધી લોકડાઉન આપ્યા બાદ ચોથા ફેઇઝમાં રાજય સરકાર દ્વારા તમામ ધંધારોજગાર શરૂ કરવાની પરમીશન અપાતા આજરોજ સવારથી તમામ વેપારીઓએ હાસકારો અનુભવી દિવાળીની રજા બાદ ધંધારોજગારનું મુર્હત કરવાનુ હોય તેવા ઉત્સાહ સાથે દુકાને પહોંચી જઇ રોજગાર શરૂ કરેલ જો કે ત્રીજા અને ચોથા લોકડાઉન વચ્ચે ગઇકાલે સરકારશ્રીની કોઇ ગાઇડલાઇન મળેલ ન હોય વેપારીઓએ ડરતા મને દુકાનો ખોલી નાખેલ સી.એમ.દ્વારા પાનના ગલ્લા ખોલવાની છુટ અપાતા બંધાણીઓમાં ખુશી વ્યાપી ગઇ હતી.

હવે કાળા બજારમાં પાન ફાકી ખાવા નહી પડે સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવા ઓડ ઇવન પધ્ધતીથી દુકાનો ખુલલી રાખવાનું જણાવવામાં આવેલ હોય આજરોજ સાંજે ડેપ્યુટી કલેકટરની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓ અને વેપારી એશોસીયનના હોદેદારોની મીટીંગ બોલાવવામાં આવશે.

લોકોમાં એવુ ચર્ચાય રહ્યું છે કે ઓડ ઇવન પદ્ધતીના બદલે એકી બેકી પધ્ધતી વધુ સરળ રહેશે જેથી કરી શોસ્યલ ડીસ્ટન્સ જળવાય રહે અને સુરક્ષાના નિયમોનું પાલન થાય ડી.વાય.એસ.પી. સાગરબામારે જણાવેલ કે તમામ વેપારીઓનું અરજન્ટ મીટીગમાં તમામ નિયમોથી વાકેફ કરવામાં આવશે તેમજ દરેક વેપારીઓએ નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું જાતે ધ્યાન રાખવું પડશે. આજથી જાહેરમાં થુકનારને કે માસ્ક નહી પહેરનારને રૂ.ર૦૦નો દંડ કરવામાં આવશે.

(1:16 pm IST)