Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જામનગરમાં કૂતરાને પથ્થર મારવાની ના પાડતા માર માર્યોઃ ખૂનની ધમકી

જામનગર, તા.૧૯: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હિમતલાલ રામજીભાઈ ગોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–પ–ર૦ર૦ના દિ.પ્લોટ–પ૬, ના છેડે રાણી મંજીલ પાસે, જામનગરમાં ફરીયાદી હિમતલાલ તથા તેના પરીવાર ઘરની બહાર બેઠો હોય તે દરમ્યાન આ કામના આરોપીઓ જગો રહીશ, નીલેશ, કપીલ, શંકરભાઈ ઈંડાકળીવાળાનો દિકરો ઓ કૂતરાને પથ્થર મારવા જતા ફરીયાદી હિંમતલાલની માં જમનબેનને પથ્થર લાગતા ફરીયાદી હિંમતલાલે પથ્થરનો ઘા નહીં કરવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી હિમતલાલ ના ઘર પાસે જઈ આરોપી જગો રહીશ દ્વારા ફરીયાદી હિમતલાલને જમણી બાજુ આંખની ઉપર પાઈપનો ઘા મારી ફરીયાદી હિમતલાલને છ ટાકા આવેલ તેની ઈજા કરી તથા આરોપી શંકરભાઈનો દિકરા દ્વારા સાહેદ ધરમશીભાઈને જમણી હાથની ટચલી આંગળી પાસે લોખંડનો પાઈપ મારી ઈજા કરી આરોપી નિલેશ તથા કપીલએ મુંઢમાર મારી તથા તમામ આરોપીઓએ ગાળો આપી ફરીયાદી હિમતલાલને જાનથી મારી નાખવાની ધમકી આપી છૂટા પથ્થરનો ઘા કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

માટેલ ચોકમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ.અમીતભાઈ દેવસુરભાઈ ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–પ–ર૦ર૦ના રામેશ્વરનગર, માટેલ ચોક, કિષ્નાપાર્ક શેરી નં.ર, જાહેરમાં આ કામના આરોપીઓ દિલીપભાઈ લખુભાઈ વાઘેલા, અનીલભાઈ સવજીભાઈ ચૌહાણ, કાંતીભાઈ સીદીભાઈ સોલંકી, રે.જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા કુલ રૂપિયા ર૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ભાદરા પાટીયા પાસે દારૂ સાથે બે ઝડપાયા

જામનગર : જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–પ–ર૦ર૦ના ભાદરા પાટીયા પાસે આ કામના આરોપી ડીગુભા જાડેજા પાસેથી ઈંગ્લીશ દારૂ લઈ મહીન્દ્રા સુપ્રો. રજી.નં.જી.જે.–૧૦–ટી.એકસ–ર૩પપ ની ગાડીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ–ર૧૩, કિંમત રૂ.૯૭૧૦૦/– ની વેચાણ અર્થે લઈ હેરાફેરી કરતા મહીંદ્રા ગાડી કિંમત રૂ.૪,૦૦,૦૦૦/– ગણી કુલ મુદામાલ સાથે ૪,૯૭,૧૦૦/–  સાથે અન્ય આરોપી ધરમેશભાઈ નવલભાઈ યાજ્ઞિક ઝડપાઈ ગયેલ છે.

જાહેરનામાનો ભંગ

જામનગર : સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ટી.એમ.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–પ–ર૦ર૦ ના એસ.ટી.રોડ, મયુર મેડીકલની પાછળ, જામનગરમાં આ કામના આરોપી ઘનશ્યામભાઈ લાલચંદભાઈ ગ્યાનચંદાણી, રે. જામનગરવાળા પોતાની ફેમસ પાન નામની દુકાન ખુલ્લી રાખી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:16 pm IST)