Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

છૂટછાટ મળતા જ જામનગરમાં ખરીદી માટે લોકોની ભારે ભીડઃ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ઉમટ્યા

જામનગરઃ લોકડાઉન ૩ પૂરું થયાના પછી નવા લોકડાઉન ૪દ્ગક્ન પ્રારંભે રાજય સરકારે જાહેર કરેલી છૂટ છાંટમાં જામનગરની બજારો ધમધમી હતી. આજે સવારથી જ જનજીવન ધબકતું જોવા મળ્યું હતું. અને જાહેર રસ્તા પર ચહલપહલ જોવા મળી હતી. સોમવારે રાત્રે લોક ડાઉન -૪ ની નવી ફોર્મ્યુલામાં વિવિધ પ્રકારના ધંધાઓમાં છૂટ - છાટ આપવામાં આવી છે. સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ મોટી સંખ્યામાં લોકો પાન મસાલાની છૂટ માટેની જોઈ રહ્યા હતા. ત્યારે આ પ્રાથમિક ગાઈડલાઈનમાં પાન, માવાની દુકાનો આજે મંગળવારથી ખુલશે તેવી પ્રાથમિક જાહેરાતોથી બંધાણીઓમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. જામનગરમાં તમાકુ, બીડી, બજરની ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દોડી હતા. આ પરિસ્થિતિમાં દુકાનો નજીક ઉમટેલા લોકોને દુર કરવા પોલીસ પણ દોડી ગઈ હતી. આટલું જ નહિ સ્પષ્ટ ગાઈડ લાઈનના અભાવે તથા સાવચેતીના પગલા રૂપે અનેક દુકાનદારોએ પોતાની દુકાનો આજે પ્રથમ દિવસે ખોલવાનું પણ માંડી વાળ્યું હતું. જયારે અનેક દુકાનોમાં તમાકુ- ગુટકાનો સ્ટોક અગાઉથી તળિયા ઝાટક હોવાથી અનાજની દુકાનો કરતાં બીડી, તમાકુની દુકાનોમાં સવારે વધુ ભીડ જોવા મળી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી ) (તસવીરોઃ  કિંજલ કારસરીયા,જામનગર)

(1:15 pm IST)