Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સાવરકુંડલા-કાંક્રચ સહીત ૮ આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કરોને કીટ વિતરણ

અમરેલી, તા., ૧૯: અમરેલી જીલ્લાના ૪૯ પ્રા. આરોગ્ય કેન્દ્રના તમામ ૧ર૦૦ ઉપરાંતના આશાવર્કરો અને આશા ફેસીલીટેટરોને રાશન કીટો આપવાનું ડો.કાનાબાર અને પી.પી.સોજીત્રાનું અભિયાન અવિરત ચાલુ છે. રવિવારે લીલીયા તાલુકાના ક્રાંકચ આરોગ્ય કેન્દ્ર અને સાવરકુંડલા તાલુકાના જુના સાવર, જીરા (સીમરણ), મોટા ઝીંઝુડા, બાઢડા, વીજપડી અને આંબરડી ઉપરાંત સાવરકુંડલા શહેરના અર્બન હેલ્થ સેન્ટરના એમ કુલ ૧૮પ આશા વર્કરોને કીટનું વિતરણ કરવામાં આવેલ છે. પી.પી.સોજીત્રા અને ડો. કાનાબાર સાથે આ વિતરણ કાર્યમાં જયેશભાઇ ટાંક, દિપકભાઇ વઘાસીયા, ચેતનભાઇ રાવળ, વિપુલભાઇ ભટ્ટી, કમલેશભમાઇ ગરાણીયા, અલ્પેશભાઇ અગ્રાવત, મિતેશ પટેલ, ભાર્ગવ કારીયા, તરંગ પવાર, શનિ ધાનાણી, યોગેશભાઇ કોટેચા, હરેશભાઇ સાદરાણી, નીલેશભાઇ જોષી, અજયભાઇ અગ્રાવત, જીતુભાઇ કંડોરીયા, ડો.ચંદ્રેશભાઇ ખુંટ, ડો.નીલેશભાઇ  ભીંગરાડીયા, નીલેશભાઇ ધાધલ સહીતના કાર્યકર્તાઓની ટીમ જોડાઇ હતી. સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે માનવ મંદિર આશ્રમના ભકિતરામ બાપુએ વિશેષ ઉપસ્થિત રહી આ ટીમને બિરદાવી અભિનંદન આપેલ. આ ઉપરાંત બાઢડા તથા આંબરડી પ્રા. આરોગ્ય કેન્દ્રમાં પર્યાવરણવિદ્ જીતુભાઇ તળાવીયા અને બીપીનભાઇ જોષી વિશેષ ઉપસ્થિત રહયા હતા.

આ બધા આરોગ્ય કેન્દ્રમાં કીટ વિતરણમાં અમરેલી ભાજપા મહામંત્રી કમલેશભાઇ કાનાણી, લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઇ દુધાત, જુના સાવરના સરપંચ ચીમનભાઇ શેખડા, હેમાંગ ગઢીયા, કેશુભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સાવજ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઇ ઠાકર, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી, મહેશભાઇ સુદાણી, જીરા તથા સીમરણના સરપંચશ્રીઓ, મોટા ઝીંઝીુડાના સરપંચ, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ, એ.બી. યાદવ, ગોવિંદભાઇ પરમાર, મંજુલાબેન ચિત્રોડા, મંગળુભાઇ ખુમાણ, વિજયભાઇ વાઘેલા, આંબરડી સરપંચ બાબુભાઇ બળવંત મહેતા, મયુરભાઇ ખાચર, સીમરણના પૂર્વ ઉપસરપંચ, ભરત ચોડવડીયા, નીતિનભાઇ નગદીયા, વિજય ચાવડા, રાજુભાઇ માળવી, જયાબેન કારેણા, પીયુષભાઇ મશરૂ, ધર્માંગ મશરૂ, રવિન્દ્ર ધંધુકીયા, જીજ્ઞેશભાઇ ગળથીયા, પ્રકાશભાઇ ગેડીયા વિગેરે જોડાયા હતા.

ડો. કાનાબાર એન પી.પી. સોજીત્રાનું સાવરકુંડલાના વેપારીઓ અને લોહાણા મહાજન દ્વારા અભિવાદન કરાયું જેમાં સાવરકુંડલા લોહાણા મહાજનના પ્રમુખ જગદીશભાઇ માધવાણી, રાજુભાઇ શીંગાળા, હસુભાઇ વડેરા, વિજયભાઇ વસાણી, રમુભાઇ માનસેતા, નરેન્દ્રભાઇ બનઝારા, અરવિ઼દભાઇ ખીમાણી, હેમાંગ ગઢીયા, મહેશ મશરૂ, હિતેષ સરૈયા, પીયુષભાઇ મશરૂ, બીપીન બનઝારા, પ્રકાશ બનઝારા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કિટ વિતરણમાં સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એસ.આર. મીના એ સતત પ્રવાસમાં રહી સુંદર આયોજન કર્યુ હતું. આ ઉપરાંત ક્રાંકચના ડો કૌશલ દાવરા, કુમાન કાછડીયા, પીયુષ ગોસ્વામી, જુના સાવર પ્રા. આરોગ્ય કેન્દ્રના ડો. એમ. એ. સિધ્ધપુરા, ડો. એ. આર. રાનાણી એસ.પી. મહેતા, પી.આર. શુકલા, જીરા પ્રા. આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. એમ. એ. કુરેશી, બી.જે. રાજયગુરૂ, એસ.બી.પટેલ તથા ગૌચર ડી.કે. મોટા ઝીંઝુડાના મેડીકલ ઓફિસર ડો. કૃપાલ શીંગાળા, અનિલ આર. ચોટલીયા, આર. યુ. મહિડા, સી.એન. અગ્રાવત, એન.કે. વિંઝુડા, સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટરના અશોકભાઇ વી. સોલંકી, આનંદભાઇ ઉપાધ્યાય, રોહિતભાઇ ભટ્ટ, એમ. પી. ટાંક, બાઢડા આરોગ્ય કેન્દ્રના  મેડીકલ ઓફિસર ડો. એ. એમ. ભીમાણી, શ્રીમતી બી.બી. પંડયા, એમ. એચ. અમરેલીયા, જે. એચ. બાબરીયા, ડી.ડી. પરમાર તથા વીજપડી પ્રા. આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. રોહિત સોડાગર, ઉમેદભાઇ ચાંદુ તથા ક્રિષ્નાબેને સહકાર આપેલ.

(1:13 pm IST)