Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બે માસના લોકડાઉન બાદ

સુરેન્દ્રનગરમાં વહેલી સવારે જ પાનના ગલ્લા દુકાનો ખુલી જતા વ્યસનીઓને મોજ પડી ગઇ

વહેલી સવારથી જ પાન માવાના રસીયાઓએ દુકાનો પાસે લાઇનો લગાવીઃ વધુ ભાવની પણ ફરિયાદ ઉઠી

વઢવાણ,તા.૧૯: હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસના પગલે સમગ્ર દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ફેલતો અટકે તેવા પ્રયાસ હાથ ધરીને સમગ્ર દેશમાં સતત લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે ત્યારે હાલ લોકડાઉન -૪ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજય સરકાર દ્વારા પણ અમુક વિસ્તારોમાં કે જયાં કોરોનાવાયરસ ના કેસો નહિવત પ્રમાણમાં છે ત્યાં આવેલ ધંધા-રોજગાર શરૂ કરવા માટે પરમીશન આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કારણે સતત સુરેન્દ્રનગર જિલ્લો એક માસથી વધુ સમયઙ્ગ સુધી સદંતર પણે બંધ રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને લોક ડાઉનલોડ પાલન પણ કર્યું છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ના જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તાર  તાલુકાઓમાં થઈને ૧૦ જેટલા કોરોનાવાયરસ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાવા પામ્યા છે.

ગઈ કાલે સરકાર દ્વારા અમુક વિસ્તારમાં સરકાર દ્વારા પાન માવાની દુકાનો ખોલવવાની પરમિશન આપવા માં આવતા વ્યસન પ્રેમીઓમાં આનંદ ની લાગણી વ્યાપી છે.ત્યારે આજ સવારથી સુરેન્દ્રનગર જિલ્લામા આવેલ પાનના ગલ્લાઓ ખુલ્લી જવા પામ્યા છે અને વહેલી સવારથી ડિસ્ટન્સ અંતર સાથે આજે સવાર થી ગલ્લાઓ પર વ્યસન પ્રેમીઓ ની લાઈનો લાગી છે..

સુરેન્દ્રનગર જિલ્લા માં આજે ગલ્લાઓ ડિસ્ટન્સ અંતર સેનેટાઈજાર ના ઉપયોગ માસ્ક પહેરી ને આવે તો જ વસ્તુ વેચાણ કરવા માં આવી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં આજ વહેલી સંવાર થી પાન માવા બીડી તમાકુ અને વ્યસનીક વસ્તુઓ નું હોલસેલ અને રિટેઇલ વેચાણ જિલ્લામાં શરૂ થઈ જતા જિલ્લામાં વ્યસની વ્યકિતમાં આનંદ ની લાગણી વ્યાપી છે.

પરંતુ હાલ જે ભાવે માવા અને વ્યસનીક વસ્તુઓ વેચાણ થતું હતું તે જ ભાવે કરવા માં આવી રહ્યું છે.ત્યારે હાલ ગલ્લા ધારકો જણાવી રહ્યા છે કે નવો માલ આવે ત્યારબાદ આ ભાવમાં ઘટાડો કરવામાં આવશે.

(1:08 pm IST)