Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સુરેન્દ્રનગર જિ.માં બે દર્દીઓ કોરોનામુકત થતા હોસ્પિટલમાંથી રજા અપાઇઃ કુલ ૩ દર્દી સ્વસ્થ થયા

વઢવાણ,તા.૧૯: કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓ માં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહૃાા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના ફેલાયો છે. સુરેન્દ્રનગર ની વાત કરવામાં આવે તો અહીં ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય તે માટે ગામના લોકો પોતાના ખેતર પર રહેવા જતા રહૃાા છે. ૧૧૦૦ લોકોની વસ્તી ધરાવતું ગામ હાલ ઉજ્જડ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં આવું થયું છે. મળતી માહિતી પ્રમાણે ગામના ઉપ-સરપંચના પત્ની અને તેના ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદૃમાં ૧૧૦૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી ૭૦૦ લોકો ગામ છોડીને ખેતર પર રહેવા માટે ચાલ્યા ગયા હતા.

લોકોને એવો ડર છે કે તેમને પણ કોરોના થઈ જશે. જે બાદૃમાં જ ગામમાંથી હિજરત શરૂ થઈ હતી. બંને પોઝિટિવ દૃર્દૃીને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને લોકો અમદૃાવાદૃથી પરત ફર્યા હતાં.ગામમાં મોટાભાગના લોકો પલાયન કરી ગયા છે ત્યારે ગામમાં ચોરી જેવા કોઈ બનાવો ન બંને તેમજ બહારથી કોઈ વ્યકિત ખબર વગર ન દ્યૂસી જાય તેના પર નજર રાખવા માટે ગામમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવી દૃેવામાં આવ્યા છે. ફકત આસુન્દ્રાળી ગામ જ નહીં પરંતુ તેની બાજુમાં આવેલા ભવાનીગઢ ગામમાં પણ આવી જ હાલત છે.

આ બંને દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા.આજે બંને દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા આ બન્ને કોરોના મુકત બન્યા છે . મૂળી તાલુકાના આસુન્દ્રાળી ગામ માં આવેલ ઉપસરપંચના અને તેમના ભાણેજ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે આ બંનેને સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા .ગાંધી હોસ્પિટલની સારી સારવારના કારણે બંને દર્દીના રિપોર્ટ ગઈકાલે નેગેટિવ આવ્યા છે.

આજે બંને દર્દીને ગાંધી હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી છે.

અમને નવી જિંદગી આપી છે આ બદલ અમે વહીવટી તંત્રનો પણ આભાર વ્યકત કરીએ છીએ.

સુરેન્દ્રનગર જિલ્લા માં અત્યાર સુધી માં ૩ લોકો કોરોના મુકત બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ના ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અત્યાર સુધીમાં ૩ લોકો એ કોરોના ને માત આપી સાજા થઈ ગયા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં કોરોના ને માત આપી ૩ લોકો સાજા થવા પાછળ વહિવટી તંત્ર ની સારી દેખરેખ અને જિલ્લા કલેકટર સતત એકિટવ આ બાબતે રહ્યાછે

(1:03 pm IST)