Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જામકંડોરણાના સોડવદરમાં કિશોરસિંહ જાડેજા પર આઠ શખ્સોનો હૂમલો

સહદેવસિંહ વાળા, કાનભા વાળા, મહેન્દ્રસિંહ સરવૈયા, જયુભા સરવૈયા, બટુકસિંહ વાળા, યશુબા વાળા, પુનમબા વાળા અને પ્રભાતબા વાળા સામે ગુનો

રાજકોટ તા. ૧૯ :.. જામકંડોરણાના સોડવદરમાં દીકરીનું નામ બગાડવા બાબતે ઠપકો આપવા જતા ગરાસીયા યુવાન પર આઠ શખ્સોએ હૂમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સોડવદરમાં રહેતા કિશોરસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.૪૪) ગઇકાલે પોતાના ઘરે હતાં. ત્યારે ઘર પાસે રહેતા સહદેવસિંહ બટૂકસિંહ વાળા, કાનભા બટુકસિંહ વાળા, મહેન્દ્રસિંહ નાનભા સરવૈયા, જયુભા નાનભા સરવૈયા, બટુકસિંહ વખતસંગ વાળા, યશુબા બટૂકસિંહ વાળા, પુનમબા સહદેવસિંહ વાળા, અને પ્રભાતબા  બટુકસિંહ વાળાએ બોલાચાલી કરી ઝઘડો કરી કિશોરસિંહ જાડેજાને લાકડી વડે માર મારી ડાબા હાથના અંગુઠાના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી.  આ બનાવમાં પોતાની દીકરીને બાઇડી કહીને બોલાવતા તે બાબતે કિશોરસિંહએ ઠપકો આપતા આઠેય શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે જામકંડોરણા પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. એસ.બી. બોરીચાએ તપાસ આદરી છે.

(1:03 pm IST)