Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

રાણાવાવ પાસે બરડા ડુંગરમાં ૪ સ્થળે દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકીઃ ૪૦ હજારનો દારૂ-આથો ઝડપાયો

પોરબંદર, તા.૧૯: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં ૪ સ્થળે દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકીને અંદાજે ૪૦ હજારનો દેશી દારૂ અને આથો પકડી પાડેલ છે. દારૂની ભઠ્ઠી ચલાવનાર ૬ શખ્સો સામે ગુન્હો નોંધીને કાર્યવાહી કરી છે.

કુતિયાણા પો.સબ.ઇન્સ. સાથે કુતિયાણા સ્ટાફ, રાણાવાવ સ્ટાફ, એસ.ઓ.જી. સ્ટાફ આરોપીઃ- ચના હાજાભાઇ કટારા - રહે.વીજફાડીયા નેસ તા.રાણાવાવ, વીજફાડીયા અને ફુલજરનેસ વચ્ચે દારૂ આથો લી.૪૦૦ મળી ફુલ કી.રૂ.ર૪૭૫/ સાથે પકડી પાડેલ, જયારે એલ.સી.બી. પો.ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફ અજા નાથાભાઇ રબારી રહે.આદિત્યાણા તથા કોઠાવાળાનેસને કોઠાવાળાનેસ થી પુર્વે ૧ કીમી દુર જરમાં બરડાડુંગરમાં ભઠ્ઠી ચલાવતા આથો લી.૪૦૦ તથા બોઇલર બેરલ, ફીલ્ટર બેરલ, ત્રાંબાની નળી મળી કુલ કી.રૂ.૨૯૦૦/ સાથે તેમજ એલ.સી.બી. પો.ઇન્સ. તથા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફે આરોપીઃ- (૧) ચના જીવાભાઇ ગુરગુટીયા (ર) નારણ એભાભાઇ ગરચર (૩) ગોગન સેજાભાઇ ગુરગુટીયા રહે.ત્રણેય આદિત્યાણા તથા કોઠાવાળાનેસવાળાને સ્થળઃ- કોઠાવાળાનેસ થી ઉતરે ૧ કીમી દુર બરડાડુંગરમાં દેશી દારૂ ભરેલ ૬૫-૬૫ લીટરના કેરબા નંગ-૧૦ દારૂ લી.૬૫૦ કેરબા સહીત કીરૂ.૧૪,૩૦૦/ સાથે પકડી પાડેલ.

રાણાવાવ પો.સબ.ઇન્સ. સાથે રાણાવાવ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફે ચના જીવાભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા તથા કોઠાવાળાનેસ, આદિત્યાણા ખારવાની ખાંભીથી મોર ઝુંપડા જતા કાચા રસ્તે ડુંગરના પેટાળમાં મુદામાલઃ- દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૪૭ જેમાં કુલ દારૂ લીટર ૧૧૭૫ કુલ કી.રૂ.૨૩,૫૦૦/ દારૂની ભઠ્ઠી ચલાવતા મળી આવેલ આ કામગીરી કરનાર આધિકારી/કર્મચારી પોરબંદર એલ.સી.બી. પી.આઇ એમ.એન.દવે, ૯૫ એચ.એન.ચુડાસમા, રાણાવાવ પીએસઆઇ બી.એસ.ઝાલા.કુતિયાણા પીએસઆઇ કે.એસ.ગરચર,કયુ.આર.ટી.પીએસઆઇ બી.કે.ભારાઇ તથા એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લો/રાણાવાવ, કુતિયાણા, કયુ.આર.ટી. પો.સ્ટાફની ટીમ રોકાયેલ હતા.

(1:00 pm IST)