Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

દેવૂભમિ દ્વારકા જિ.માં દુકાનદારો મુંઝાયાઃ પાનના ગલ્લા વાણંદની દુકાનો સેલ્સ એજન્સીઓ બંધ રહી

સરકારની જાહેરાત બાદ યોગ્ય માર્ગદર્શિકા ન સમજતા : દુકાનો બંધ રહેતા લોકોમાં અસમંજસ ફેલાતા ટોળે વળવા લાગ્યાઃ ઓડ ઇવનને લઇને પણ વેપારીને સમજ નથી પડતી

ખંભાળિયા તા. ૧૯ : દ્વારકા જિલ્લા તંત્ર હર હંમેશ સરકારની જાહેરાત પછી પણ મોડે મોડે ચોકકસ ગાઇડ લાઇન અને માહિતી માર્ગદર્શન જાહેર કરવામાં મોડુ પડતુ હોય છે જેને કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.

લોકડાઉન-૪ અંગે ગઇકાલે કેન્દ્ર બાદ રાજય સરકારે નિયમો અને ચુસ્ત અમલવારી સાથે કેટલીક છુટછાટ સાથે રાહત આપતા લોકોમાં પ૯ દિવસે આનંદનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને પાનના ગલ્લાની નિયમ મુજબ છુટ અપાતા બંધાણીઓને નવુ વર્ષ શરૂ થયુ હોય તેમ સવારથી જ કેટલાક શહેરોમાં પાનની દુકાનો બહાર જોવા મળી રહયું હતુ. સરકારે આપેલી રાહત સાથેની છુટછાટમાં નાનાથી લઇ મોટા ગ્રીન ઓરેન્જ ઝોનમાં આવતા શહેરો સવારથી જ ધમધમવા લાગ્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ ગઇકાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા છુટછાટ અંગેની જાહેરાત કરી હતી. જે ને બાર કલાકથી વધુનો સમય વિતવા છતાં દ્વારકા જિલ્લાનું તંત્ર આમ લોકોને પણ સમજાય તે પ્રકારમાં જિલ્લામાં શું ખુલ્લુ રહેશે. કયારથી અને કેવી રીતે કર્યા નિયમોનુસાર ખુલ્લુ રહેશે તે પ્રકારની ચોકકસ કોઇ માર્ગદર્શિકા જાહેર થયેલ જ વેપારીઓ ન સમજી શકતા ખંભાળિયાની મુખ્ય બજારો પાનના ગલ્લા સહિતની દકુાનો ખુલી ન હતી. પરંતુ બજારમાં લોકોની દુકાન બહાર ભીડ એકત્રિત થયેલી જોવા મળી હતી.

ગામડેથી આવેલા લોકો કાગડોળે દુકાન ખોલવાની રાહ જોઇ બેઠા હતા. પરંતુ દુકાનો ખોલવી કે નહી તેમજ નિયમોની અમલવારી મામલે વેપારીઓ અસમંજસમાં હોવાથી બપોર સુધીમાં દુકાનો ખુલ્લી ન હતી અને તંત્રની જાહેરાત બાબતે રાહ જોવાઇ રહી હતી.

છેવાડાનો જિલ્લો એટલે કામગીરી પણ છેવાડે

દ્વારકા જિલ્લાને છેવાડાના જિલ્લો ગણવામાં આવે છે માટે અહીં કોઇપણ વિભાગનં તંત્ર હોય હંમેશા કામગીરી અન્ય જિલ્લાની સમકક્ષ કરવાને બદલે છેવાડે જ કરવામાં આવી રહી છે. જેમાં પછી આંકડાકીય માહિતી હોય કે પછી પ્રજાલક્ષી માર્ગદર્શિકા હર હંમેશ કાચબા ગતીએ જ કામ કરવામાં આવી રહયું છે. ગતિશીલ ગુજરાતમાં હવે દ્વારકા જિલ્લાનું તંત્ર પણ ગતિશિલ બને તે આવશ્યક છે.

રાજકોટ કલેકટર રાત્રે જ ગાઇડ લાઇન જાહેર કરે તો દ્વારકા જિલ્લામાં કેમ નહી ?

ગઇકાલે રાજય સરકારે લોકડાઉન-૪ને લઇ કેટલીક છુટછાટ અને નિયમો સાથેની જાહેરાત કરી હતી જે જાહેરાત બાદ સવારથી જ લોકો તમામ નિયમોના પાલન સાથે પોતાના વ્યાપાર ધંધા ખોલી શકે તે માટે શુધ્ધ ગુજરાતીમાં રાજકોટ જિલ્લા કલેકટરે રાત્રે જ માર્ગદર્શિકા જાહેર કરી હતી. પરંતુ દ્વારકા જિલ્લામાં સરકારની જાહેરાતના ૧ર કલાક સુધી પણ કોઇ માર્ગદર્શિકા જાહેર કરવામાં ન આવતા વેપાર - ધંધા ખોલવા કે નહીં તે અંગે અવઢવ સર્જાઇ હતી.

(12:55 pm IST)