Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બાળા ઉપર દુષ્કર્મ ગુજારનાર હવસખોર પરપ્રાંતીય સોનુ પકડાયો

ફુટપાથ ઉપર પરિવાર સાથે સુતેલી છ વર્ષની બાળાનું અપહરણ કરી મ્હો કાળુ કર્યું'તુઃ રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા સ્ટાફે નરાધમને દબોચી લીધો : દુષ્કર્મની ઘટના ૪ લોકો જોઇ ગયા બાદ ૩ લોકોએ હવસખોર સોનુનો પીછો કર્યો પણ ભાગી ગયો'તો

તસ્વીરમાં એસપી બલરામ મીણા પત્રકાર પરીષદમાં માહીતી આપતા દ્રશ્યમાન થાય છે. બાજુમાં હવસખોર સોનુ તથા એલસીબીનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: જેતપુરમાં ફુટપાથ ઉપર પરિવાર સાથે સુતેલી છ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ આચનાર હવસખોર મુળ યુપીના શખ્સને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો છે.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં માહીતી આપતા  એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગત તા.૧૮ના રાત્રીના બે વાગ્યે  જેતપુર નવાગઢ ચોકડી પાસે ફુટપાથ ઉપર રહેતા અને રાત્રે ફુટપાથ ઉપર પરિવાર સાથે સુતેલી ૧ વર્ષની માસુમ બાળાનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી જઇ બાજુના વિસ્તારમાં  અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું.

અજાણ્યો શખ્સ બાળા ઉપર દુષ્કર્મ ગુજારતો હતો  ત્યારે ઘરે પરત  ફરતા આજુબાજુના ૪ લતાવાસીઓ જોઇ જતા ૩ લોકોએ નરાધમનો પીછો કર્યો હતો પણ તે નાસી છુટવામાં સફળ રહ્યો હતો.  જયારે એક નાગરીક ભોગ બનનાર બાળા પાસે રહી  પોલીસને જાણ કરી હતી. આ અંગે ભોગ બનનાર બાળાના પરિવારજનોએ અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા જેતપુર પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા આ નરાધમ શખ્સ નજરે પડતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા એ આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક અસરથી બાળા પર દુષ્કર્મ ગુજારનાર આ અજાણ્યા ઇસમને પકડી પાડી ગુનો શોધી કાઢવા અંગે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પો. ઇન્સ. એમ. એન. રાણા તથા સ્ટાફના માણસોને સુચના તેમજ જરૂરી માર્ગદર્શન આપતા આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા અંગે એલસીબીનો સ્ટાફ તપાસમાં હતા તે દરમ્યાન એક ઇસમ જેતપુર શહેર ખાતેથી બનાવના સમયગાળા દરમ્યાન ભાગતો સી.સી. ટી.વી. જોવામાં આવેલ હોય જે ઇસમની તપાસ કરતા હતા તે દરમ્યાન પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા મળેલ હકિકત આધારે આ સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાયેલ હવસખોર સોનું જગદીશભાઇ ચૌહાણ ઉ.વ. રર ધંધોઃ મજુરી કામ રહે. હાલ જેતપુર, નવાગઢ, ગઢની રાંગ, શ્રીનાથ પ્રોસેસની બાજુમાં આવેલ ઓરડીમાં, મુળ ગામ-બસઇ તા. નીચલોન જી. મહારાજગંજ (ઉત્તર પ્રદેશ) ને દબોચી લઇ જેતપુર પોલીસના હવાલે કર્યો હતો.

પકડાયેલ નરાધમ સોનુ સીસીટીવી કેમેરામાં કેદ થયા ગયા બાદ રૂરલ એલસીબીની ટીમે રાતભર ઉજાગરા કરી આ શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલ હવસખોર સોનુ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ નરાધમ યુપીનો સોનુ ચૌહાણ જેતપુરમાં ૧૦ વર્ષથી રહી છુટક મજુરી કામ કરે છે અને રખડુ જીવન ગાળે છે.  વર્ષોથી તે પોતાના વતનમાં પણ ગયો નથી. બનાવની રાત્રીએ ફુ઼ટપાથ ઉપર પરિવાર સાથે સુતેલ બાળાને જોઇ હવસનો કિડો જાગતા બાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી નાસી છુટયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પી.આઇ. એમ. એન. રાણા સાથે પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, પો. કોન્સ. રહિમભાઇ દલ, નીલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, ભાવેશભાઇ મકવાણા, અનિરૂધ્ધસિંહ જાડેજા તથા અમુભાઇ વિરડા રોકાયા હતા.

(3:54 pm IST)