Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસનો આંક ૧૧એ પહોંચ્યોઃ વધુ બે દર્દી કોરોના મુકત

૪૦૦થી વધુ સેમ્પલનાં રિપોર્ટ આવવાનાં બાકી

જુનાગઢ તા. ૧૯: જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસનો આંક વધીને ૧૧ એ પહોંચ્યો છે જોકે વધુ બે દર્દી કોરોના મુકત થયા છે.

જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાનાં રાણપુર ગામની બે મહિલાનો રિપોર્ટ ગઇકાલે પોઝીટીવ આવતાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૧૧ થઇ હતી.

જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીએ સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, રાણપુરની બે સ્ત્રીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાણપુરમાં આરોગ્યલક્ષી કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

આ મહિલાઓ સુરતથી આવી હતી અને તેઓ કવોરન્ટાઇનમાં હતા તેથી સ્પ્રેડ થવાની શકયતા ન હોવાનું ડીડીઓએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવેલ કે, ભેસાણનાં સરકારી ડોકટર અને પ્યુન સ્વસ્થ થયા બાદ ગઇકાલે જુનાગઢનાં મધુરમ વિસ્તારનો યુવાન અને માંગરોળનો દર્દી પણ કોરોના મુકત થયેલ છે હવે જુનાગઢ જિલ્લામાં માત્ર સાત કોરોના કેસ એકટીવ છે.

આરોગ્ય વિભાગ દ્વ ારા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી સેમ્પલ લેવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે અને આજની સ્થિતિએ જુનાગઢ જિલ્લાનાં ૪૦૦ થી વધુ સેમ્પલનાં રિપોર્ટ આવવાનાં બાકી હોવાનું ડીડીઓ પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું.

(11:49 am IST)