Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

મંજૂરી છતા પણ માલસામાન ન હોવાથી જુનાગઢમાં ઘણી ખરી પાન-માવાની દુકાનો બંધ

જુનાગઢ તા. ૧૯ :.. સરકારની મંજૂરી છતાં પણ આજે પણ ઘણી ખરી પાન-માવાની દુકાનો બંધ રહી છે.

પાન-માવાની દુકાનો લોકડાઉનને લઇ પ૪ દિવસ બંધ રહેતા બેહાલ વ્યસનીઓને સરકારે રાહત આપી છે. આજથી ચોથા લોકડાઉનમાં પાન-પાર્લરોને સશર્ત મંજૂરી મળી છે.

પરંતુ જુનાગઢમાં આજે મંજૂરી છતાં ઘણી ખરી પાન-માવાની દુકાનોનાં શટરનાં તાળા ખુલ્યા નથી.

પાન-બીડીનાં એક વેપારીએ જણાવેલ કે, પાન-બીડી, સિગારેટ, તમાકુ ન હોવાથી મોટા ભાગની દુકાનો આજે પણ ખુલી શકી નથી. હોલસેલ વેપારીઓ પાસેથી માલ મળે ત્યારે ગાડી આગળ ધપી શકે.

આ વેપારીએ વધુમાં જણાવેલ કે, હોલસેલ વેપારીઓને પણ અંદર ખાને ડર હોય તેઓએ પણ આજથી વેપાર શરૂ કર્યો નથી અને આવતીકાલથી રિટેઇલર પાન-બીડીનાં દુકાનદારોને માલ મળે એવી શકયતા છે.

લોકડાઉનનાં પંચાવનમાં દિવસ બાદ પણ પાન-મસાલાની દુકાનો અશંતઃ બંધ રહેતા વ્યસનીઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી.

જુનાગઢમાં કેટલાંક દુકાનદારોએ પાન- માવાનું વેચાણ શરૂ માલનાં અભાવ શરૂ કરવાને બદલ દુકાનનું રિનોવેશન શરૂ કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન પણ પાન, બીડી, તમાકુ, માવા વગેરેની બ્લેકની બોલબાલા રહી હતી જેને લઇ રીટેઇલર કેટલાંક દુકાનદારો પાસે માલ રહ્યો ન હોવાથી સરકારની છૂટનો  આજથી લાભ લઇ શકયા નથી જયારે જેની પાસે માલ હતો એવા વેપારીઓએ પાન - માવાનું વેચાણ શરૂ કરી દીધુ છે.

(11:49 am IST)