Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

જામનગરમાં વધુ બે યુવાનોના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસ 39 થયા

સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઇન રખાયેલ બે યુવાનોને કોરોના રિપોર્ટ પોઝિટિવ : બંનેને જીજી હોસ્પિટલમાં ખસેડયા

જામનગર નજીક સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન  કરીને રખાયેલા ૩૭ વર્ષના એક પુરુષ અને ૪૦ વર્ષીય એક પુરુષના કોરોનાવાયરસ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ બંનેને જી જી હોસ્પિટલમાં ખસેડાયા છે આ સાથે ફૂલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૭ નો થયો છે

  જામનગરની  જીજી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા વધુ બે દર્દીઓ સાજા થયા ધ્રોલના ૨૮ વર્ષના પુરુષ અને જામનગર શહેરના ૨૫ વર્ષના એક પુરુષ દર્દીને આજે જીજી હોસ્પિટલમાંથી રજા અપાઈ જી.જી.હોસ્પિટલમાં કુલ ૨૫ દર્દીઓ સાજા થયા હાલ ૧૧ દર્દી સારવાર હેઠળ છે
ઉપરોક્ત બે પોઝિટિવ કેસ હજુ સત્તાવાર જાહેર થયેલ નથી પરંતુ વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે

(11:47 am IST)