Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

કોરોના મહામારી અને લોકડાઉનના નિયમોના પાલન સાથે

સુત્રાપાડાના વતની અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઇ બારડના નાના ભાઇ રામભાઇ બારડના સુપુત્ર નિલેષના લગ્ન સાદગીથી ઉજવાયા

સુત્રપાડા,તા.૧૯ : ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વતની ને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના નાના ભાઈ રામભાઈ બારડના સુપુત્ર નિલેશભાઈના લગ્ન દુદાણા નિવાસી ભુપતભાઇ રાઠોડની સુપુત્રી અંકિતા સાથે તા. ૧૫-૫-૨૦૨૦ ના રોજ બિલકુલ સાદાઈ થી કરવામાં આવ્યા, કોરોના મહામારીમાં ડેપ્યુટી કલેકટર સુત્રાપાડા ની મંજૂરી લઇ અને સરકારી ગાઈડ લાઈન પ્રમાણે ૧૦+૧૦ આમ કુલ ૨૦ માણસોની હાજરીમાં કોઈ પણ જાતના જમણવાર કે અન્ય સુવિધા વગર સાદગી થી લગ્ન વિધિ પૂર્ણ કરી વર-વધુ પ્રભુતામાં પગલાં માંડયા છે.

કોરોના મહામારી પહેલા આ લગ્ન મોટા જમણવાર સાથે ધામધૂમ થી લગ્ન કરવાનાં હતા પરંતુ કોરોનાની મહામારીના કારણે આ લગ્ન સાદાઈ થી અને સરકારી ગાઈડ લાઈન મુજબ દરેક જાન અને માંડવામાં આવેલ લોકો માસ અને સેનિટાઇઝરના ઉપગોગ કરેલ હતો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવીને સમગ્ર લગ્ન વિધિ સંપન્ન કરી હતી. રાજયના પૂર્વ મંત્રી જસાભાઈ બારડ દ્વારા વર -કન્યાને આશીર્વાદ આપ્યા હતા આમ સાદાઈ થી લગ્ન થતા આમ જનતા પણ પ્રેરણા મળશે.

(11:42 am IST)