Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

શાપર-વેરાવળમાં પત્રકાર ઉપર હુમલો કરવા બાબતે

ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા મામલતદાર અને પી.આઇને આવેદનપત્ર

ઉપલેટા,તા.૧૯:  રાજકોટ જીલ્લાના શાપર-વેરાવળમાં પરપ્રાંતીય લોકો દ્વારા એક ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો જેને લઇને આ ઘટનાનો સખ્ત વિરોધ કરી અને વાખોડી કાઢતા ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા આજરોજ ઉપલેટાના મામલતદાર અને પી.આઈ. ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આ સાથે એ પણ માંગ કરેલ છે કે આ હુમલાખોરને કડકમાં કડક સજા મળે અને ભૂતકાળમાં પણ આવીજ રીતે ચોથી જાગીરના ભાગ એવા પત્રકારો પર અનેક વખત હુમલાઓ કરવામાં આવેલ છે જેને હજુ સુધી એવી કોઈ પણ જાતની કડક સજાઓ નથી આપવામાં આવી જેને લઇને અવાર નવાર પત્રકારો પર હુમલાઓ થઇ રહ્યા છે સાથે સાથે ચોથી જાગીરના પત્રકારોની સુરક્ષાને લઈને પણ સરકારે કોઈ નિર્ણય અથવા તો નિયમો બનાવે તેવી માંગ સાથે આજરોજ ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા આવેદનપત્ર આપેલ હતું. આ તકે ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠનના નયન જીવાણી, દિનેશ ચંદ્રવાડીયા, ભરત દોશી, આશીષ લાલકીયા, શૈલેષ બારૈયા, સરફરાજ કોડી, નયન વેકરીયા, જગમાલ સુવા, રોનક ચોટાઈ, વિજય રાડિયા, શિખા પટેલ, ભુપતગીરી ગૌસ્વામી, પંકજગીરી ગૌસ્વામી સહિતના પત્રકારો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

(11:41 am IST)