Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ઉના તાલુકાના મુંબઇમાં ફસાયેલા મજૂરોને વતન લાવવા કલેકટર અને સાંસદને રજૂઆતો

પ્રભાસ પાટણ તા.૧૯: ગીર-સોમનાથ જીલાનાં ઉના તાલુકા અને શહેરનાં શ્રમિકો મુંબઇમાં રોજગારી મેળવી રહેલ છે પરંતુ લોકડાઉનને કારણે ઘણા વિસ્તારોમાં ફસાયેલા છે. આ શ્રમિકોમાં ઘણા વિધવા બહેનો બાળકો સહિતનાં લોકો ભૂખ્યા દિવસો પસાર કરી રહેલ છે. હાલમાં આ શ્રમીકોને કોઇ જાતની રોજગારી મળતી નથી તેમજ મહારાષ્ટ્ર તરફથી રહેવા-જમવા કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ નથી અને લોકો ભૂખ્યા તરસ્યા જીવન ગુજારી રહ્યા છે. પોતાના વતન આવવા છેલ્લા ૧ માસથી પ્રયત્ન કરે છે છતા તેમનાં ઘરે આવવા મહારાષ્ટ્ર પ્રસાસન તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવેલ નથી.

આ ગરીબ પરીવારો પાસે ભાડાના પૈસા ન હોવા છતા સગા સંબધીઓને વિનંતી કરી પોતાના ખર્ચે બસ ભાડે કરી આવવા માટેની જરૂરી પ્રક્રિયા કરવા છતા તેમની ઘરે આવવા માટે મુંબઇ પ્રસાસન કે ગીર-સોમનાથ જીલ્લા પ્રશાસન તરફથી કોઇ જાતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ બાબત ગંભીર હોયતેથી આ પરીવારોને તેમનાં વતન પહોંચાડવા ગીર-સોમનાથ જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાનાં પ્રમુખ ગીરીશભાઇ ભજગોતર દ્વારા મુખ્યમંત્રી ગીર સોમનાથ કલેકટર અને સાંસદને લેખિતમાં રજુઆત કરેલ છે અને આ મજુર પરીવારને લાવવા માંગણી કરેલ છે.

(11:40 am IST)