Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

વાંકાનેરમાં કોરોના વોરિયર્સનું કરાયું સન્માન

વાંકાનેરઃ વાંકાનેર પંથકમાં હાલની કોવિડ-૧૯ કોરોના મહામારીમાં સતત સતર્ક રહી લોકોને નિયમોનું પાલન કરવા ઉજાગર કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું હતું. સોમવારે વાંકાનેર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમહમદભાઇ બ્લોચ, મહામંત્રી મહમદભાઇ રાઠોડ, કસ્બા કબ્રસ્તાનના વહીવટકર્તાઓ અબ્દુલભાઇ હાલા, ઇબ્રાહીમ ખાન પઠાણ તમજે પત્રકારોની હાજરીમાં મોરબી જીલ્લા ડીવાયએસપી ચૌધરી સાહેબ , વાંકારે પીઆઇ હર્ષવર્ધન રાઠોડ, પીએસઆઇ પુજા મોલીયા અને તેના સ્ટાફનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાનું પણ મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ દ્વારા સન્માન કરાયું હતું.

(11:39 am IST)